Wednesday, March 26, 2025
HomeદેશNATIONAL: દહેજમાં ન આપી શક્યા ફોર્ચ્યુનર કાર અને રૂપિયા 21 લાખ, મહિલાને...

NATIONAL: દહેજમાં ન આપી શક્યા ફોર્ચ્યુનર કાર અને રૂપિયા 21 લાખ, મહિલાને મળી મૌત ……

- Advertisement -

દેશની રાજધાની દિલ્હી નજીક નોઈડામાં એક મહિલાનું દહેજ ન આપી શકવાને કારણે મોત મળ્યું છે. ગ્રેટર નોઈડામાં એક મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ કથિત રીતે માર માર્યો હતો કારણ કે મહિલાના માતા પિતા દહેજની માગણી પૂરી કરવા સમર્થ નહોતા. પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પતિ અને સાસરિયા દ્વારા દહેજમાં ફોર્ચ્યુનર કાર અને 21 લાખ રૂપિયા રોકડાની માંગણી કરી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતા કરિશ્માના ભાઈ દીપકે આરોપ લગાવ્યો છે કે, તેણે શુક્રવારે તેના પરિવારને ફોન કરીને જાણ કરી કે, તેનો પતિ વિકાસ, તેના માતાપિતા અને ભાઈઓ બહેનો સાથે મળીને મારી સાથે મારપીટ કરી રહ્યા છે. મહિલાના પિયરિયા જ્યારે મહિલાને મળવા તેના સાસરે પહોંચ્યા ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. મહિલાનું મોત થઈ ચૂક્યું હતું.

 

કરિશ્માએ ડિસેમ્બર 2022માં વિકાસ સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતી ગ્રેટર નોઈડાના ઈકોટેક-3ના ખેડા ચૌગનપુર ગામમાં વિકાસના પરિવાર સાથે રહેતું હતું. દીપકના જણાવ્યા મુજબ તેમના પરિવારે બહેનના દહેજ તરીકે વરરાજા પક્ષને લગ્ન સમયે રૂપિયા 11 લાખનું સોનું અને એક SUV કાર પણ આપી હતી. જોકે, વિકાસનો પરિવાર વર્ષોથી વધુ દહેજની માંગણી કરતો હતો અને તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

દીપકે કહ્યું કે જ્યારે કરિશ્માએ એક છોકરીને જન્મ આપ્યો, ત્યારે તેની સાથેનો સાસરિયાનો વ્યવહાર ખરાબ રહ્યો. બંને પરિવારોએ વિકાસના ગામમાં પંચાયતની ઘણી બેઠકો દ્વારા તેમના મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કર્યો. દીપકે આરોપ લગાવ્યો કે કરિશ્માના પરિવારે તેના પરિવારને બીજા 10 લાખ રૂપિયા આપ્યા, પરંતુ એમના વર્તણૂંકમાં કોઈ ફેર પડ્યો નહોતો.

વિકાસના પરિવારે હાલમાં જ કરિશ્મા પાસેથી ફોર્ચ્યુનર કાર અને 21 લાખ રૂપિયાની નવી માંગણી કરી હતી. વિકાસ, તેના પિતા સોમપાલ ભાટી, તેની માતા રાકેશ, બહેન રિંકી અને ભાઈઓ સુનીલ અને અનિલ વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વિકાસ અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓને શોધી રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular