રાજસ્થાન : 3 મિત્રો સાથે મળી ભાઈએ 10 વર્ષની બહેન સાથે ગેંગરેપ કર્યો, બાદ માં કરી હત્યા,

0
0

જયપુર. રાજસ્થાનના જયપુર જીલ્લાના મનોહરપુર વિસ્તારમાં 10 વર્ષની મંદબુદ્ધિ બાળા પર સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની એક આઘાતજનક ઘટના સામે આવી છે. આ બાળાના ભાઈએ તેના ત્રણ મિત્રો સાથે મળી આ જધન્ય અપરાધ કર્યો હોવાની માહિતી મળી છે. પોલીસે ચારેય વ્યક્તિની ધરપકડ કરી છે.આ ઘટના 17 મેના રોજ બની હતી. 18 મેના રોજ પિતા રહેમાન શાહે મનોહરપુર પોલીસ્ટેશનમાં તેમની દિકરી ગુમ હોવાની ફરિયાદ કરી હતી. 21 મેના રોજ પિતાને દિકરીએ પહેરેલા કપડાં અને પગરખા ટોડીના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી તો બાળની લાશ પણ મળી આવી હતી.

આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી

પોલીસે કોલને લગતી વિગતો, CCTV ફૂટેજને આધારે મૃતકની ઝૂંપડપટ્ટીની આજુબાજુ તથા પડોશીયોની પૂછપરછ કરી હતી. આશંકાને આધારે બાળાના ભાઈ જિશાન અલી અને તેના ત્રણ મિત્રોની બરેલી સ્થિત સાજીદ અલી, અમજદ અલી અને વાજીદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની આકરી પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. એડિશનલ પોલીસ અધિકારી સુલેશ ચૌધરીએ કહ્યું કે આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ બાળા મંદબુદ્ધિની હોવાથી કપડાંમાં શૌચ કરતી હતી. તે બોજરૂપ હતી. માટે તેની હત્યા કરવાનો વિચાર આવ્યો. ઘટના સ્થળ પર તેની સાથે દુષ્કર્મ કરવાનો વિચાર આવ્યો. પહેલા તેના ભાઈએ અને બાદમાં મિત્રોએ દુષ્કર્મ કર્યું હતું અને પછી હત્યા કરી દેવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here