- Advertisement -
રાજકોટ ના પાટણવાવ ના ઓસમ ડુંગર માં આજે વહેલી સવારે એક દીપડા નો મૃતદેહ મળ્યો હતો, અને ધોરાજી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા ના મૃત દેહ નો કબજો લઈ ને પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી શરૂ કરેલ હતી.
બાઈટ : પી.વી.મકવાણા, RFO – વનવિભાગ – ધોરાજી
બનાવ ની વિગત મુજબ પાટણવાવ ના ઓસમ ડુંગર ની તળેટી ની આવેલ સિદ્ધનાથ મહાદેવ ના મંદિર પાસે આજે વહેલી સવારે લોકો ની અવરજવર શરૂ થતાં લોકો ને આ દીપડા નો મૃતદેહ જોવા મળ્યો હતો, અને લોકો એ ધોરાજી ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી, અહીં આસપાસ ના રહેવાસી ઓ એ વહેલી સવારે અહીં દીપડા ના અવાજો લાંબા સમય સુધી સાંભળ્યા હતા, અને આસપાસ માંથી કૂતરા ના ભસવા ના અવાજો મોટે મોટે થી સંભળાતા હતા, ધોરાજી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા ના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરી અને દીપડા ના શરીર ને અગ્નિદાહ આપવા માં આવશે.
બાઈટ : પ્રીતમલાલ રાણવા, સ્થાનીક
રીપોર્ટર : ફારૂક મોદન, CN24NEWS, જેતપુર, રાજકોટ