એક શખ્સને ઘરની સફાઈ કરતાં જેકપોટ હાથ લાગ્યો હતો. ચંદીગઢના રતન ધિલ્લોનને પોતાના ઘરની સફાઈ કરતી વખતે 11 લાખના રિલાયન્સના શેર મળ્યાં હતા જેને 1988ની સાલમાં ખરીદવામાં આવ્યાં હતા. 10 રુપિયા પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવ્યાં હતા. આ શેર ખરીદનાર વ્યક્તિનું અવસાન થયું હતું અને હવે ધિલ્લોનને ખબર નહોતી કે તેનું શું કરવું.
આ શેરના કાગળિયાનું કરવું શું તેની ધિલ્લોનને ખબર પડતી નહોતી આથી તેણે એક્સ પર શેર સર્ટિફિકિટેના ફોટા શેર કર્યાં હતા અને લખ્યું કે મને શેરબજાર વિશે કોઈ ખ્યાલ નથી . શું કોઈ મને ગાઈડન્સ આપી શકશે કે મારે શું કરવું. 11 માર્ચે સવારે 9 વાગ્યે કરેલી આ પોસ્ટ વાયરલ થઈ ગઈ, જેને બે મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. યુઝર્સે તેને કહ્યું હતું કે તેણે આ શેરનું શું કરવું જોઈએ.
શેરબજાર નિષ્ણાંતોનું કહેવું છે કે શખ્સ આ શેરને વેચી શકે છે અને તેને 11 લાખ મળી શકે છે. લોકોના સલાહ સૂચન બાદ હવે ધિલ્લોન શેર વટાવીને 11 લાખની રોકડી કરવા માગે છે.