૧લી એપ્રિલે જાહેરક્ષેત્રની ૧૦ બેન્કને મેળવીને ચાર બેન્ક બનાવાશે: સીતારામન

0
13

૧લી એપ્રિલે જાહેર ક્ષેત્રની અલાહાબાદ બેંક, આંધ્રા બેંક અને ઓરિયેન્ટલ બેંક આફ કોમર્સ સહિત ૧૦ બેંકને મેળવીને ચાર મોટી સરકારી બેંક બનાવવા માટે યુનિયન કેબિનેટે મંજૂરી આપી હોવાની માહિતી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આપી હતી.

સ્ટેટ બેંક આફ ઇન્ડિયા, બેંક આફ બરોડા અને બેંક આફ ઇન્ડિયા સિવાયની આ બેંકો હશે. આ કામ પત્યા બાદ દેશમાં સાત મોટી સરકારી બેંક અને પાંચ નાની બેંક રહેશે. ૨૦૧૭માં દેશમાં કુલ ૨૭ જાહેરક્ષેત્રની બેંકો હતી.

યોજના પ્રમાણે આરિયેન્ટલ બેંક આફ કોમર્સ અને યુનાઇટેડ બેંક આફ ઇન્ડિયાને પંજાબ નેશનલ બેંક સાથે, સિંડીકેટ બેંકને કેનેરા બેંક સાથે, આંધ્રા બેંક અને કોર્પેારેશન બેંકને યુનિયન બેંક આફ ઇન્ડિયા સાથે તથા અલાહાબાદ બેંક અને કોર્પેારેશન બેંકને ઇન્ડિયન બેંક સાથે મેળવી દેવામાં આવશે.

આ બાબતની જાહેરાત સીતારામને ગયા વર્ષે આગસ્ટ મહિનામાં કરી હતી. સીતારામને જણાવ્યું હતું કે મંજૂરી ભલે હવે મળી હોય પણ આ કામ ઘણાં સમયથી ચાલી રહ્યું છે અને ૧લી એપ્રિલ, ૨૦૨૦ની ડેડલાઇન પ્રમાણે કામ શ કરવામાં આવશે.

આ રીતે બેંકોને મેળવ્યા બાદ દરેક બેંકનું વેપાર ભંડોળ આઠ લાખ કરોડ પિયાથી વધારેનું હશે અને આ સાથે આ બેંકો ભારતમાં અને વિદેશમાં વિદેશની અન્ય બેંકો સાથે સ્પર્ધા કરી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here