રાજકોટ : ધરમ સિનેમા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં બે બાળકો સહિત 4ને ઈજા, ઘટના CCTVમાં કેદ

0
7

રાજકોટની ધરમ સિનેમા નજીક 3 દિવસ પહેલા રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 2 બાળકો સહિત 4ને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાના આજે CCTV સામે આવ્યાં છે. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. CCTVમાં રીક્ષા રોડ ક્રોસ કરી રહી છે ત્યારે પૂરપાટ ઝડપે આવતી કાર તેની સાથે ધડાકાભેર અથડાય છે. જેમાં રીક્ષા પલ્ટી મારી જાય છે અને અંદર બેઠેલા મુસાફરો રોડ પર પટકાય છે.

સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા

રાજકોટના ધરમ સિનેમા નજીક 3 દિવસ પહેલા રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં રીક્ષામાં સવાર 5 લોકો પૈકી 2ને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે 2 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ તે સમયસર ન આવતા લોકો દ્વારા ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માત બાદ કારચાલક ફરાર

મહત્વનું છે કે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ કાચચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે CCTV ફૂટેજ મેળવીને કારચાલકને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here