દ્વારકા : ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 4ના મોત

0
0

દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત અનુસાર આજે સવારે 3 કિશોર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

ફાયર વિભાગે ચારેયના મૃતદેહોને બહાર કાઢ્યા

ખંભાળિયાથી 6 કિમી દૂર ધરમપુરમાં વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. જેમાં 15થી 20 ફૂટ જેટલુ પાણી ભરેલુ છે. જેમાં આજે સવારે 7 વાગ્યે ભાણજી મનજી નકુમ (ઉં.વ.55) સાથે તેમના ત્રણ ભત્રીજા જયદીપ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16), ગીરીશ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16) અને રાજકીશોર નકુમ (ઉં.વ.15) સાથે નાહવા ગયા હતાં. જ્યાં ચારેયનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. એક જ પરિવારના 4 સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here