કોરોના રાજકોટ : ભાવનગરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, રાજકોટમાં 60 સેમ્પલમાંથી 36 નેગેટિવ, 24 પેન્ડીંગ

0
10

રાજકોટ. ભાવનગરમાં રાત્રે બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ભાવનગર રેલવે સ્ટેશન રોડ, મતવા ચોકમાં રહેતા રૂક્ષાનાબેન ઇબ્રાહિમભાઇ પઠાણ (ઉ.વ.60)  અને બોરડી ગેટ ગીતા ચોકમાં રહેતા કુમારભાઇ રસીકભાઇ વોરા (ઉ.40)નો સમાવેશ થાય છે. રૂક્ષાનાબેન હોટસ્પોટ ઝોનમાં રહે છે. જ્યારે આજે 24 એપ્રિલના રોજ સવારે વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 38 થઇ છે. જ્યારે રાજકોટમાં 60 સેમ્પલમાંથી 36 નેગેટિવ અને 24 રિપોર્ટ આવવાના બાકી છે.

હોટસ્પોટ વિસ્તારમાંથી ત્રણ કેસ નોંધાયા 

મનપાની આરોગ્ય વિભાગની ટીમે ગઈકાલે કુમારભાઈ વોરાનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલ્યું હતું જેનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. આજે સવારમાં વધુ બે પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે. જેમાં હોટસ્પોટ વિસ્તારમાં સંઘેડીયા બજાર મોચી શેરીમાં રહેતા રૂકસાનાબેન મુખ્તારભાઈ શેખ (ઉ.વ.45) અને વડવા નેરામાં રહેતા ફારૂખભાઈ ગફારભાઈ ગનીયાણી( ઉ.વ.49)ના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોડીરાતથી સવાર સુધીમાં વધુ ચાર પોઝિટિવ કેસ આવતા નગરજનોમાં ચિંતા પ્રસરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here