Sunday, May 18, 2025
HomeગુજરાતGUJARAT: સરખેજ કોમ્યુનિટી હોલની કામગીરીમાં ગેરરીતી મામલે ચાર મ્યુનિ.ઈજનેર સસ્પેન્ડ

GUJARAT: સરખેજ કોમ્યુનિટી હોલની કામગીરીમાં ગેરરીતી મામલે ચાર મ્યુનિ.ઈજનેર સસ્પેન્ડ

- Advertisement -

અમદાવાદના સરખેજ વોર્ડમાં રુપિયા ૧૩.૬૭ કરોડના ખર્ચથી કોમ્યુનિટી હોલ બનાવવાની કામગીરીમા વિજિલન્સ તપાસ બાદ કોન્ક્રીટ કયુબના ૧૦ ટકા રેન્ડમ ટેસ્ટ સરકારી લેબોરેટરીમાં કરાવવામા આવ્યા નહિ હોવાસહિતની ગેરરીતી સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે એકશન મોડમાં આવી બે આસિસ્ટન્ટ ઈજનેર તથા બે આસિસ્ટન્ટ સિટી ઈજનેરને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.મેઝરમેન્ટ બુકના રેકર્ડમા બેદરકારી હોવા ઉપરાંત કોન્ક્રીટીંગની સાપેક્ષમાં સ્લમ્પ ટેસ્ટ ઓછા પ્રમાણમાં કરવામા આવ્યા હતા.પી.એમ.સી.મે.ટેકનોમેન કન્સલ્ટન્ટને ટર્મિનેટ કરી બ્લેકલિસ્ટ કરવા શો-કોઝ નોટિસ આપવામા આવી છે.કોન્ટ્રાકટર પી.દાસ.ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને રીકવરી અને પેનલ્ટી માટે નોટિસ અપાઈ છે.ઉપરાંત બે ટેકનીકલ સુપરવાઈઝર તથા એક ડેપ્યુટી સિટી ઈજનેરને ચાર્જશીટ અપાઈ છે.એક એડીશનલ સિટી ઈજનેરને શોકોઝ નોટિસ આપવામા આવી છે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને એપ્રિલ મહિનામા સરખેજ વોર્ડમાં બનાવવામા આવી રહેલા કોમ્યુનિટી હોલની કામગીરીની સ્થળ તપાસ કરી હતી.એ સમયે કોમ્યુનિટી હોલની ચાલતી કામગીરી સંબંધી વિવિધ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામા આવતા નહોતા.ઉપરાંત મેઝરમેન્ટબુકના રેકર્ડમા પણ બેદરકારી જોવા મળતા તેમણ ખાતાકીય વિજિલન્સ તપાસના આદેશ કર્યા હતા.વિજિલન્સ તપાસના અંતે મ્યુનિ.ના ચાર ઈજનેરોની બેદરકારી સાબિત થતા આસિસ્ટન્ટ ઈજનેર ગ્રીષ્મા શાહ, દક્ષિણ-પશ્ચિમ ઝોન,આસિસ્ટન્ટ ઈજનેર બિપીન ચાવડા, સરખેજ વોર્ડ,આસિસ્ટન્ટ સિટી ઈજનેર દિલાવરસિંહ હઠીલા, ઉત્તર-પશ્ચિમ ઝોન,પી.આઈ.યુ.માં તથા આસિસ્ટન્ટ સિટી ઈજનેર ધવલ ગજજર,હાલ,દક્ષિણ-પશ્ચિમ ઝોન,પી.આઈ.યુ. આ તમામને સસ્પેન્ડ કરવા ઓર્ડર કર્યો છે.મ્યુનિસિપલ કમિશનરની કાર્યવાહીથી મ્યુનિ.વર્તુળોમા ફફડાટ વ્યાપી ગયો છે.કોમ્યુનિટી હોલ બનાવવા કોન્ટ્રાકટર પી.દાસ.ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને ૧૫ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ વર્કઓર્ડર આપવામા આવ્યો હતો.કામગીરી અંગે કોન્ટ્રાકટરને રુપિયા ૨.૮૧ કરોડથી વધુ રકમ બે  રનીંગ બીલ મુજબ ચૂકવવામા આવી છે.ડીઝાઈન કન્સલ્ટન્ટને રુપિયા ૨.૯૦ કરોડની રકમ ચુકવવામા આવી છે.વિજિલન્સ વિભાગે તપાસના અંતે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત કોન્ટ્રાકટરને પેનલ્ટી અને રીકવરી માટે નોટિસ આપવા પણ સુચન કર્યુ હતુ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular