Tuesday, February 11, 2025
HomeNATIONALNATIONAL: બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ચાર નક્સલી ઠાર,સાત ઘાયલ.....

NATIONAL: બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ચાર નક્સલી ઠાર,સાત ઘાયલ…..

- Advertisement -

છત્તીસગઢના બીજાપુરમાં ફરી એકવાર સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સાત નક્સલવાદીઓ ઘાયલ થયા છે. સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બસ્તરમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે.મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોના જવાબી ગોળીબારમાં ચાર નક્સલવાદીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા. આ સિવાય સાત નક્સલવાદીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા.સોમવારે છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી હથિયારો જપ્ત કર્યા છે.નોંધનીય છે કે બસ્તર લોકસભા સીટ માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular