દુનિયાભરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ભારતના ચાર, બેંગ્લુરુ ટોપ પર!

0
16

નવી દિલ્હી તા.30
દુનિયામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે જેનાથી સમય, પૈસા અને ઈંધણનો તો વ્યય થાય છે. સાથે સાથે અનેક પ્રકારના ધ્વનિ, વાયુ સહિતના પ્રદૂષણો પેદા કરે છે. દુનિયાના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ભારતના ચાર શહેરો પૈકી બેંગ્લુરુ ટોપ પર છે.

અર્બન મોબીલીટીના ક્ષેત્રમાં કામ કરતી સ્વાયત સંસ્થા અને લોકેશન ટેકનોલોજી એકસપર્ટ ટોમટોમના એક તાજા સર્વે મુજબ દુનિયાના સડકો પર સૌથી વધુ ટ્રાફિક વાળા ટોપ 10 શહેરોમાંથી ચાર શહેર ભારતના છે. આ યાદીમાં દિલ્હી આઠમા સ્થાને છે, જયારે એશિયામાં સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોમાં સરેરાશ 56 ટકા સાથે દિલ્હી પાંચમા સ્થળે રહ્યું છે, જયારે બેંગ્લુરુ ટોપ પર છે. સર્વેમાં એવી પણ વિગત આવી છે કે, દિલ્હીવાસીઓને પીક અવર્સ દરમિયાન ગાડી ચલાવતી વખતે અન્ય શહેરોની તુલનામાં વર્ષે 190 કલાક વધુ ખર્ચ કરવો પડે છે. જે કુલ મળીને 7 દિવસ અને 22 કલાકના બરાબર છે. આ સર્વેમાં એવી પણ બાબત બહાર આવી હતી કે ગત વર્ષે દિલ્હીમાં સૌથી વધુ ટ્રાફિક 23 ઓકટોબરે હતો.
તો દેશના રળિયામણા શહેર તરીકે ઓળખાતા બેંગ્લુરુ ટ્રાફિક મામલામાં ટોપ પર રહ્યું છે. અહીં સરેરાશ 71 ટકા કંજેશન નોંધાયુ હતું, જયારે 65 ટકા કંજેશન સાથે મુંબઈ ચોથા નંબર પર અને 59 ટકા કંજેશન સાથે પૂણે પાંચમાં ક્રમે રહ્યું હતું. આ પ્રમાણમાં દિલ્હીની હાલત અન્ય મોટા શહેરો કરતા બહેતર છે.

ટોપટેનમાં અન્ય શહેરોમાં મનીલા બીજા બગાંટા ત્રીજા મોસ્કો, છઠ્ઠા, લીમાં સાતમા, ઈસ્તંબુલ નવમા અને જકાર્તા દસમાં ક્રમે રહ્યું હતું. ટોમટોમ ઈન્ડિયાના મેનેજર વર્નર વેન હાયરસ્ટીને ટ્રાફિક ઘટાડવા ઘણું કામ કરવું પડશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here