એલઓસી પર ભારતીય સેનાના વળતા પ્રહારમાં ચાર પાક.સૈનિક ઠાર

0
15

પાકિસ્તાન તરફથી સીમાપારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓ ધ્વસ્ત કરવાની સાથે કેટલાક પાકિસ્તાની રેન્જર્સને પણ મારી પાડ્યા છે. લાઇન આૅફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું એકવાર ફરી પાકિસ્તાનને ભારે પડ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ચોકીઓને તબાહ કરી છે. આ સાથે જ ભારતીય સેનાએ ૩-૪ પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવાર રાત્રે પાકિસ્તાને પુંછ-રાજારી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતુ અને મોર્ટારથી હુમલો કર્યો હતો.

આ પહેલા બુધવારનાં જમ્મુ-કાશ્મીરનાં ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર અને ગોળીબાર પણ કર્યો. પાકિસ્તાની સેનાની આ કાયરતાપૂર્ણ હરકતમાં ભારતીય સેનાનો એક જવાબ શહીદ થયો. ભારત તરફથી પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપવામાં આવ્યો. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ તબાહ થઈ. આ સાથે જ પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું કે તેના ૪ સૈનિકો પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરનાં દેવા સેક્ટરમાં માર્યા ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here