કંગના રનૌત અને રંગોલી ચંદેલ સહિત ચાર લોકો સામે કોપીરાઈટના ઉલ્લંઘનનો કેસ નોંધાયો

0
3

એક્ટ્રેસ કંગના રનૌત પર ફરીથી મુશ્કેલી આવી છે. બુક ‘દિદ્દા: ધ વૉરિયર ક્વીન ઓફ કાશ્મીર’ના લેખકે કોપીરાઈટના ઉલ્લંઘનની ફરિયાદ કરતા એક કોર્ટના આદેશ પછી મુંબઈનાં ખાર પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે. કેસમાં કમલ કુમાર જૈન અને અક્ષત રનૌતનાં નામ પણ છે.

ફરિયાદીનાં આરોપ

બુક ‘દિદ્દા: ધ વૉરિયર ક્વીન ઓફ કાશ્મીર’ના લેખકે આશિષ કૌલે મેજિસ્ટ્રેટ સામે પોતાની ફરિયાદમાં કંગના પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. આ બુકની હિન્દી કોપીનું નામ ‘દિદ્દા: કાશ્મીર કી યોદ્ધા રાની’ છે. આશિષે કહ્યું, મારી પાસે કાશ્મીરની રાણી અને પુંછની રાણી દિદ્દાની સ્ટોરીના કોપીરાઈટ છે. હું વિચારી પણ ના શકું કે એક ફેમસ એક્ટ્રેસે બુક અને તેની સ્ટોરી પર પોતાનો હક મેળવી લીધો છે.

આ કલમમાં કેસ નોંધાયો

એક પોલીસ અધિકારીએ કહ્યું કે, બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પર ભારતીય IPC 405, 415, 120b અને કોપીરાઈટના કાનૂન હેઠળ ફરિયાદ નોંધી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

આની પહેલાં ઘણા કેસ નોંધાઈ ગયા છે

કંગના પોતાના ભડકાઉ ટ્વીટને લીધે મુંબઈમાં ઘણા કેસનો સામનો કરી રહી છે. ગીતકાર જાવેદ અખ્તર માનહાનિ મામલે મુંબઈ પોલીસ સતત એક્ટ્રેસને સમન મોકલી રહી છે. કોર્ટે પણ તેને વોરન્ટ મોકલ્યું છે.

બાપુ વિશે બેફામ બોલી

કંગનાએ મહાત્મા ગાંધી સારા પિતા તથા પતિ હોવા પર સવાલ કર્યા છે. પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘મહાત્મા ગાંધી પર તેમના જ બાળકોએ ખરાબ પિતા હોવાનો આક્ષેપ કર્યો છે. અનેક જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે તેમની પત્નીએ ઘરમાં આવેલા મહેમાનોના શૌચાલય સાફ કરવાની ના પાડી તો તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તે એક મહાન નેતા હતા, પરંતુ તે મહાન પતિ બની શક્યા નહોતા. જોકે, વાત જ્યારે એક પુરુષની આવે છે, ત્યારે દુનિયા માફ કરી દેતી હોય છે.’

બાપુ વિશે લખવા જતા પોતે જ ટ્રોલ થઇ

બાપુ વિશે લખવા જતા પોતે જ ટ્રોલ થઇ

સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ

મહાત્મા ગાંધી અંગે બેફામ નિવેદનો આપ્યા બાદ કંગના સો.મીડિયામાં ટ્રોલ થઈ છે. અનેક યુઝર્સે તેને પોતાના કામમાં જ ધ્યાન આપવાની સલાહ આપી હતી. કેટલાંકે કંગનાને ચૂડેલ કહી હતી. કેટલાંકે એમ પણ કહ્યું હતું, ‘અંગ્રેજોને આટલો પ્રેમ કેમ કરે છે નકલી ક્વીન. આજે પણ તેમને જ માલિક સમજે છે કે શું?’

કંગનાએ બ્રિટનની રાણીનાં ભરપૂર વખાણ કર્યા

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, ‘છેલ્લાં થોડાં દિવસથી લોકો એક પરિવાર પર, એક તરફી વાતો સાંભળીને ગોસિપ કરે છે, જજ કરે છે, ઓનલાઈન લિંચ કરે છે. મેં ક્યારેય સાસ બહૂ ઔર સાજિશ જેવો ઈન્ટરવ્યૂ જોયો નથી, કારણ કે મને આ બાબતો ક્યારેય ઉત્સાહિત કરતી નથી. હું તો માત્ર એટલું જ કહેવા માગીશ કે આખી દુનિયામાં તે એક માત્ર મહિલા શાસક બચ્યાં છે.’

બ્રિટનની રાણીનાં છલોછલ વખાણ

બ્રિટનની રાણીનાં છલોછલ વખાણ

વધુમાં કંગનાએ કહ્યું હતું, એક આદર્શ MIL/પત્ની/બહેન ના હોઈ શકે, પરંતુ તે એક મહાન રાણી છે. તેમણે પિતાના સપનાને આગળ વધાર્યું છે. તેમણે ક્રાઉન બચાવ્યો છે. આપણે જીવનની દરેક ભૂમિકાને પર્ફેક્શન સાથે નિભાવી શકીએ નહીં. ભલે આપણે તેમાં પર્યાપ્ત હોઈએ. તેમને રાણીની જેમ નિવૃત્ત થવા દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here