હળવદ : કીડી ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે કોંગ્રેસનાં ઉમેદવારના ભાઈ સહિત 4 શખ્સ પકડાયા.

0
8

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી ન થાય, નાણાકીય હેરાફેરી ન થાય તેના માટે થઈને ખાસ ટીમો બનાવવામાં આવી છે અને જુદી જગ્યાએથી દારૂના જથ્થા પકડવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસે રસ્તા પર એક ગાડીની તલાસી લેતાં તેમાથી મળી આવેલ વિદેશી દારૂ સહિત એક લાખ 35 હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવારના ભાઇ સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.

ચાર આરોપીઓમાં એક કોંગ્રેસના ઉમેદવારનો ભાઇ હળવદ તાલુકાના કીડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી સફેદ કલરની કારને રોકીને પોલીસે તલાશી લેતા કારમાંથી 336 દારૂના ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ એક લાખ 35 હજારનો મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરેલ હતી. જેમાનો એક આરોપી દિપક તેજાભાઇ પરમાર હળવદની મયુરનગર તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવારનો ભાઇ છે.

અલ્ટો કારમાં થતી હતી દારૂની હેરાફેરીમળતી માહિતી મુજબ, કીડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી સફેદ કલરની અલ્ટો કે ટેન કાર (નંબર GJ-13 NN 2243) પસાર થઈ રહી હતી, ત્યારે કારને રોકીને પોલીસે તલાસી લેતાં તેમાંથી રૂપિયા 33 હજાર 600ની કિંમતના 336 દારૂના ચપલા મળી આવ્યા હતા. આ ઉપરાંત બે મોબાઇલ ફોન અને ગાડી એમ કુલ મળીને એક લાખ 35 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

આ સાથે પોલીસે ચાર બુટલેગરોની અટકાયત કરી છે, જેમાં માનસિંગ ઝિંઝુવાડીયા, રણજીત કરણાભાઈ ઉઘરેજા, વિષ્ણુ ઉર્ફે વિશાલ ઠાકરશીભાઈ વડેચા અને હિતેન્દ્ર તેજાભાઇ પરમારની ધરપકડ કરેલ છે. જ્યારે શેરખાન નામના એક શખ્સનું નામ સામે આવતાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here