દહેગામ : લાલુજીની મુવાડી બસ સ્ટેશન પાસે રીક્ષા પલટી ખાતા ચાર વ્યક્તિઓ ઘાયલ, એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત

0
22

દહેગામ ઉત્કેશ્વર રોડ ઉપર રીક્ષા પલ્ટી ખાઈ જતાં ચાર ગવાયા, એક મહિલાનું ઘટનાસ્થળે મોત.
આ તમામ પરિવાર અમદાવાદના મેમ્કો વિસ્તારમાં રહેતા હતા.
કપડાં તાલુકાના અમીરપુરા ગામેથી અમદાવાદ જતી વખતે સર્જાયો ગંભીર અકસ્માત.
રીક્ષા પલટી ખાઈ જતા નાસભાગ મચી જવા પામી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉત્કેશ્વર જવાના મુખ્ય માર્ગ ઉપર સાંજે 4 વાગે ગોઝારો અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટુડે ટોળા ઉમટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ અમદાવાદના મેમ્કો રહેતા ખુમાનસિંહ શંભુજી રાઠોડ પોતાના પરિવાર સાથે કપડવંજ તાલુકાના અમીરપુરા ગામેથી રીક્ષા નંબર જીજે01 ટીઈ 4224 લઈને અમદાવાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દેવકરણના મુવાડાથી આગળ લાલુજીની મુવાડી રોડ ઉપર અચાનક રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ હતી. આ રીક્ષામાં ચાર વ્યક્તિઓ અને એક ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓ હતા. રીક્ષા પલ્ટી ખાઈ જતાં પાંચમાંથી એક મહિલા નામે વર્ષાબેન જસુજી રાઠોડ ઘટના સ્થળેજ મોત થવા પામ્યું હતું. અને ખુમાજી શંભુજી રાઠોડ, હંસાબેન ખુમાનસિંહ રાઠોડ, ગોવિંદભાઈ રિક્ષાવાળા, મીનાબેન અશોક સિંહ રાઠોડ, ને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા. રિક્ષાના કુડચે કુડચા થઈ જવા પામ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલા જોવા મળી રહ્યા હતા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર