- Advertisement -
ગાંધીનગર. ગુજરાતમાં કહેર મચાવી રહેલા કોરોનાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ જિલ્લાની કોરોનાની સ્થિતિ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે 14 ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપી છે. આ અધિકારીઓ બે દિવસ સુધી જિલ્લાની મુલાકાત લેશે. જેમાં જિલ્લા ખાતેની કોરોના હોસ્પિટલ, સામાન્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ આ રિપોર્ટનું પ્રેઝન્ટેશન આરોગ્ય કમિશનર સમક્ષ કરવામાં આવશે. જેના આધારે કોરોના સામે નવી ફોર્મ્યૂલા ઘડવામાં આવશે.
14 અધિકારીઓ અને તેમને સોંપાયેલા જિલ્લા
રાજ્યમાં ફેલાયેલા કોરોના રોગચાળાને નિયંત્રણમાં લેવાના વિવિધ પગલાંના ભાગરુપે રાજ્યનાં આરોગ્ય વિભાગે 14 ઉચ્ચ અધિકારીઓને જૂદા જૂદા જિલ્લામાં રિવ્યૂ અધિકારી તરીકે નિયુક્તિ કરી છે.
અધિકારી | જિલ્લાની જવાબદારી |
જે.ડી. દેસાઈ (IAS) મિશન ડાયરેક્ટર (NHM) | મહેસાણા અને સાબરકાંઠા |
ડો. નવનાથ ગવ્હાણે (IAS) ચીફપર્સોનલ ઓફીસર | દ્વારકા અને જામનગર |
ડો. પ્રકાશ વાઘેલા (જાહેર આરોગ્ય) | આણંદ-ખેડા |
ડો. નિતિન પટેલ અ.નિ. (પરિવાર કલ્યાણ) | ભરુચ-નર્મદા |
ડો. એચ.કે. ભાવસાર અ.નિ | મોરબી સુરેન્દ્રનગર |
ડો. આર.આર.દિક્ષીત અ.નિ. (તબીબી શિક્ષણ) | સુરત |
ડો. દિનકર રાવલ અ.નિ. (GMACL) | અમરેલી-રાજકોટ |
આર.એન. ડોડીયા-અ.નિ. (આંકડા) | કચ્છ |
ડો. ગિરીશ પરમાર-અ.નિ. (ડેન્ટલ) | છોટા ઉદેપુર |
ડો. જી.ઓ. માઢક (રા.આ.પ.ક.સં.) | ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર |
ડો. ગીરીશ ઠાકર સં.નિ. (ઓપથેલ્મીક) | નવસારી-વલસાડ |
ડો. આર.આર. વૈદ્ય મ.નિ. (પ.ક.) | ભાવનગર |
ડો. યુ.બી. ગાંધી-મ.નિ.(ભ.સે.) | દાહોદ-મહીસાગર |
ડો. જી.સી. પટેલ ના.નિ. (એપેડેમીક) | ડાંગ તાપી |