સુશાંત કેસમાં CBI તપાસનો ચોથો દિવસ : રિયા ચક્રવર્તીની આજે પૂછપરછ શક્ય, CBIની ટીમ વોટરસ્ટોન રિસોર્ટ પહોંચી, જ્યાં સુશાંત રોકાયા હતા

0
0

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી CBIની ટીમ વોટરસ્ટોન રિસોર્ટ પહોંચી છે. ડિપ્રેશન વખતે સુશાંત આ રિસોર્ટમાં રોકાયા હતા.CBIની બીજી ટીમ સિદ્ધાર્થના ફ્લેટમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી અને કુક નીરજ સિંહની DRDO ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી રહી છે. સુશાંતના CA સંદીપ શ્રીધરની પણ પૂછપરછ થઈ રહી છે.

CBI આજે રિયાની પણ પૂછપરછ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે, રિયા અને તેમના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને CBIએ સમન મોકલ્યું છે. CBI આ 10 પોઈન્ટ પર સવાલ-જવાબ કરી શકે છે

  • સુશાંત સાથે મુલાકાત કેવી રીતે થઈ અને સંબંધ આગળ કેવી રીતે વધ્યો? શું તમે બન્ને લગ્ન કરવાના હતા?
  • 8 જૂને એવું તો શું થયુ કે તમારે સુશાંતનું ઘર છોડવું પડ્યું અને તેમના નંબરને પણ બ્લોક કરવો પડ્યો?
  • સુશાંતના પરિવાર સાથે તમારા સંબંધ કેવા હતા, તેમણે જે આરોપ લગાવ્યા છે, તેના વિશે શું કહેશો?
  • સુશાંત સાથે છેલ્લી વાતચીત શું થઈ હતી, શું તમને લાગે છે કે સુશાંત આપઘાત જેવું પગલું ભરી શકે છે?
  • સુશાંતની કંપનીઓમાં તમારી શું ભાગીદારી હતી અને તમારો રોલ કેવો હતો? શું કંપનીના તમામ નિર્ણયો તમે લેતા હતા?
  • સુશાંતના ઘર, તેના એકાઉન્ટ અને ઘરે કામ કરતા લોકો પર તમારું કંટ્રોલ હતું?
  • યુરોપ ટ્રિપ પર શું થયું હતું? સિદ્ધાર્થ અને નીરજે જણાવ્યું કે, ત્યાંથી આવ્યા પછી સુશાંત પરેશાન જોવા મળતા હતા.
  • ફિલ્મોમાંથી કરેલી કમાણી અને તેમના ખર્ચ અંગે પણ સવાલ કરવાના અણસાર છે.

10 કોલ ડિટેલ્સ સામે રાખીને રિયાની પૂછપરછ કરી શકે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે CBI અધિકારીઓ 8 જૂનથી 14 જૂન સુધીની આખી ઘટનાની તપાસ કરી રહ્યા છે. તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સુશાંતની માનસિક સ્થિતિ કેવી હતી, ખાસ કરીને રિયા સાથેની છેલ્લી મુલાકાત પછી. CBI એ પણ તપાસ કરશે કે રિયાના ગયા પછી સુશાંતે કોણી કોણી સાથે વાત કરી અને 12 જૂન સુધી બહેન સાથે રહ્યા હતા ત્યારે તેમનું વર્તન કેવું હતું?

પિઠાણી, નીરજ અને દીપેશના નિવેદનો વિરોધાભાસી
CBIએ રવિવારે સતત બીજા દિવસે સુશાંતના ફ્લેટ પર જઈને 14 જૂનનો સીન રિ-ક્રીએટ કર્યો. CBIની ટીમ ત્યાં 3 કલાક સુધી રોકાઈ. તપાસ એજન્સી સુશાંતના ફ્લેટમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ સિંહ અને હેલ્પર દીપેશ સાવંતને પણ સાથે લઈને ગઈ હતી. આ પહેલા ત્રણેયને અલગ અલગ બેસાડીને અને પછી સાથે બેસાડીને સવાલો કરવામાં આવ્યા હતા. ત્રણેયના નિવેદનો અલગ અલગ આવવાથી CBIની ટીમ ત્રણેયને સુશાંતના ફ્લેટ પર લઈ ગઈ હતી.

  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણેયે બેડ અને પંખાની ઊંચાઈ અંગે અલગ અલગ નિવેદન આપ્યા
  • સુશાંતની લાશ નીચે કેવી રીતે ઉતારવામાં આવી, આ અંગે નીરજનો જવાબ અન્ય બે લોકો કરતા અલગ હતો.
  • નીરજે એવું પણ કહ્યું કે, 13 જૂનની રાતે સુશાંતને એક ખાસ સિગરેટ નહોતી મળી.
  • દીપેશ, જે રિયાનો સૌથી અંગત ગણાતો હતો, તે CBIને ગોળ ગોળ ફેરવી રહ્યો છે.
  • સિદ્ધાર્થ અને નીરજે ક્રાઈમ સીન સીક્વન્સ અંગે પુછાયેલા સવાલોના અલગ અલગ જવાબ આપ્યા.
  • 13 અને 14 જૂનની ઘટનાઓ અંગે સિદ્ધાર્થ અને નીરજે અલગ અલગ માહિતી આપી.
  • 8 જૂનની રાતે સુશાંત અને રિયા વચ્ચે શું થયું હતું? આ અંગે પણ સિદ્ધાર્થનું નિવદેન અલગ હતું.

સુશાંતના ફ્લેટ માલિક સાથે જ આજે પૂછપરછ થઈ શકે છે
CBIની ટીમે સુશાંતના ફ્લેટ માલિક સંજય લાલવાનીની રવિવારે પૂછપરછ કરી હતી. તેમની પાસેથી રેન્ટ એગ્રીમેન્ટની કોપી લઈને અન્ય બીજી માહિતી પણ માંગી છે. એટલા માટે આજે ફરી પુછપરછ કરવામાં આવી શકે છે. બાંદ્રાના મોન્ટ બ્લેન્ક અપાર્ટમેન્ટના છઠ્ઠા અને સાતમા ફ્લોરના 4 ફ્લેટ્સને સુશાંતે 3 વર્ષની લીઝ પર લીધા હતા. દર મહિનાનું ભાડુ 4.50 લાખ રૂપિયા હતું. દર વર્ષે 10% ભાડુ વધારવાનું પણ એગ્રીમેન્ટ હતું. 9 ડિસેમ્બર 2019ના રોજ આ ડુપ્લેક્સ ફ્લેટ લીઝ પર લીધો હતો જે 2022 સુધી લીધેલો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here