CAA અને NRCનાં વિરોધમાં ચોથા દિવસે પણ ધરણાં ચાલુ, વડોદરામાં 144 કલમ લાગુ

0
18

વડોદરા : શહેરનાં તાંદલજા વિસ્તારમાં દિલ્હીનાં શાહિનબાગની જેમ જ સીએએ અને એનઆરસીનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે જનરેટર અને તંબુ કાઢી લેવામાં આવ્યાં હતાં. આ સાથે ત્યાં 144ની કલમ લગાવી દેવામાં આવી હતી. આ કલમ પ્રમાણે આ જગ્યા પર ચાર જણથી વધારે લોકો ત્યાં ભેગા થઇ શકતા નથી. આ કલમ 16 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. છતાં પણ આજે ચોથા દિવસે પણ અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાજર રહ્યાં હતાં. નોંધનીય છે કે, ગત શુક્રવારથી રોજ સાંજે 6થી રાતે 11 વાગ્યા સુધી મુસ્લિમ સમાજની મહિલાઓ પોતાનાં બાળકો સાથે અહીં આવીને સીએએનાં કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી ધરણાં કરી રહી છે.

આ અંગે ભેગી થયેલી મહિલાઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે પોલીસને એક જ સવાલ કરવા માંગીએ છીએ કે, અમારા વિરોધને કેમ દબાવવામાં આવે છે. અમને પણ લોકશાહીમાં વિરોધ કરવાનો હક છે.’

આ સાથે અન્ય મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, પોલીસનાં દબાણને કારણે જ કેટરર અહીંથી તંબુ અને જનરેટર લઇ ગયા છે. નોંધનીય છે કે, શહેરમાં આજથી કલમ 144 લાગુ થતા, ચાર કરતા વધારે માણસોના ભેગા થવા કોઇ સભા બોલાવવાનુ કે સરઘસ કાઢવા ઉપર આગામ 16 ફેબ્રઆરી સુધી પ્રતિબંધ મુકાયો છે. ઉલ્લેખનિય છે કે, સ્મશાન યાત્રા અને લગ્નનો વરઘોડો કાઢવા પર આ જાહેરનામું લાગુ પડતું નથી.

વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગાર પાર્ક સ્થિત ખુલ્લા મેદાનમાં બે દિવસ પહેલા તંબુ અને સ્ટેજ ઊભુ કરીને CAA અને NRCનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી. મહિલાઓએ બાળકો હાથમાં પ્લેકાર્ડ અને હક હમારા આઝાદી હમ લે કે રહેંગે, આઝાદીનાં નારા લગાવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here