Friday, March 29, 2024
Homeમિડલ ઈસ્ટમાં ચોથી લહેર : WHOએ ડેલ્ટા વેરિયન્ટ માટે ફરીથી અલર્ટ આપ્યું
Array

મિડલ ઈસ્ટમાં ચોથી લહેર : WHOએ ડેલ્ટા વેરિયન્ટ માટે ફરીથી અલર્ટ આપ્યું

- Advertisement -

ભારતમાં જીવલેણ સાબિત થયેલી બીજી લહેર માટે જવાબદાર કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હવે મિડલ ઈસ્ટના દેશોમાં કહેર મચાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ ગુરુવારે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને કારણે મિડલ ઈસ્ટના મોટા ભાગના દેશ ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે, જોકે સંક્રમિતો અને મૃત્યુના આંકડા પર નજર નાખ્યે તો એમાં મોટા ભાગના લોકો એવા છે, જેમણે વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના 22માંથી 15 દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે.

Covid-19 wreaks havoc on Indian politicians - The Economic Times

મિડલ ઈસ્ટમાં ડેલ્ટા વેરિયન્ટની ચોથી લહેર
મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના 22માંથી 15 દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. આ દેશોમાં વેક્સિનેશનનો દર ઓછો હોવાના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. બે મહિના પહેલાંની સરખામણીએ અહીં ગત મહિને કોરોનાના કેસ 55 ટકા સુધી વધ્યા છે, જ્યારે મૃત્યુની વાત કરીએ તો એમાં 15 ટકાનો વધારો રેકોર્ડ નોંધાયો છે. અહીં દર સપ્તાહે 3.10 લાખ કેસ અને 3,500 મૃત્યુ નોંધાયાં છે.

ICU અને ઓક્સિજન માટે મારામારી
WHOના નિવેદન મુજબ, હાલ ઈરાન, ઈરાક, ટ્યુનિશિયા અને લિબિયામાં કોરોના સૌથી વધુ કહેર મચાવી રહ્યો છે. છેલ્લાં થોડાં સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. ઘણી હોસ્પિટલ લગભગ ફુલ થઈ ચૂકી છે. અહીં ICU અને ઓક્સિજન સપ્લાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યારસુધીમાં માત્ર 5.5 ટકા લોકોનું વેક્સિનેશન
નોંધવા જેવી વાત એ છે કે મિડલ ઈસ્ટમાં અત્યારસુધીમાં 4.1 કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. એ આ વિસ્તારની કુલ વસતિના માત્ર 5.5 ટકા જ છે. આ વેક્સિન ડોઝમાં પણ 40 ટકા વેક્સિન હાઈ-ઈન્કમ દેશોમાંથી લગાવવામાં આવી છે. વિસ્તારમાં આ દેશોની વસતિ માત્ર 8 ટકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular