છેતરપિંડી : સુરતના બિલ્ડરે મધ્યપ્રદેશના વેપારીએ ખરીદેલા 12 ફ્લેટ ન આપીને ઠગાઈ કરી

0
4

સુરત વરાછા રોડના એક બિલ્ડરે જમીનના મલિક સાથે મળી સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઉન ગોલ્ડન પાર્ક નામનો પ્રોજેક્ટ શરૂ કરી મધ્યપ્રદેશના વેપારીને લાખો રૂપિયામાં નવડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. પ્રોજેક્ટમાં ખરીદેલા 12 ફ્લેટના બદલામાં વેપારી પાસે કુલ 87.42 લાખ રૂપિયા પડાવી એક પણ ફ્લેટ ન આપ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ બિલ્ડરે પ્રોજેક્ટમાં આગળ કોઈ કામ ન કરી માત્ર 7 લાખ પરત કરી 80.42 લાખનો ચૂનો ચોપડ્યો છે. જેથી ભોગ બનનાર એમપીના વેપારીએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈન્વેસ્ટના નામે રૂપિયા રોકાવ્યા હતા
સચીન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના ઈન્દોરના માણેકબાગ રોડ અશોકા કોલોનીમાં રહેતા ફૈસલ ઈબ્રાહીમ સુપેડીવાલા (ઉ.વ.50) ઈન્દોરમાં સીયાગંજમાં જવાહરમાર્ગ ગણપતિ પ્લાઝામાં મેગ્લોર ટ્રેડીંગ કોર્પોરેશનના નામથી ડ્રાઈફ્રુટ (કાજુ) તથા કરીયાણાનો વેપાર ધંધો કરે છે. ફૈસલ સુપેડીવાલાને સન 2012 માં જમીન મકાનની દલાલીનું કામ કરતા તેના મિત્ર ગુલાલ ઉસ્માન પોઠીયાવાલા (રહે, રાંદેર ગોરાડ રોડ પલ હાઈટ્સ ) ફોન કરી સુરતમાં ઉન કાતે ગોલ્ડન પાર્ક નામથી પ્રોજેકટ ચાલુ થવાનો છે એક ફ્લેટની કિંમત રૂપિયા 10 લાખ છે તમારે ઈન્વેસ્ટ કરવા માટે સારો મોકો છે તેવુ કહ્નાં હતું. ફૈસલે તેના મિત્ર ગુલાલના કહેવાથી પ્રફુલ સવજી નાવડીયા (રહે,સશ્વાધના સોસાયટી વરાછા) અને જીતેશ રાજેન્દ્ર કદમ (રહે, ઠાકોરદીપ સોસાયટી વસંતવિહાર પાસે ઉધના મગદલ્લા રોડ)ના પ્રોજેક્ટમાં 12 બુક કરાવ્યા હતા અને સન 2012થી 2013 દરમ્યાન તમામ ફ્લેટના ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 87.42 ચુકવી આપ્યા હતાં.

બારોબાર વહિવટ થઈ ગયો
ડી બ્લોકના સાત ફ્લેટના કબજા રસીદ અને વેરાણ કરાર પણ બનાવ્યા હતા જયારે બાકીની સી બ્લોકના પાંચ ફ્લેટના જ કાગળીયા બનાવવા માટે અવાર નવાર કહેવા છતાંયે જીતેશ કદમ ગલ્લા તલ્લા કરતા હતા. દરમ્યાન આરોપીઓએ ફૈસલને વેચાણ કરેલા ડી બ્લોકના સાત ફ્લેટ બારોબાર અન્ય વ્યક્તિને વેચાણ કરી કબજા પણ સોપી દીધો હોવાનું બહાર આવ્યું હતું. તે અંગેની ફૈસલને તેના મિત્ર ગુલાલ 6 મારફતે જાણ થતા તેઓ સુરત આવ્યા હતા. જીતેશ કદમ સાથે મીટીંગ કરતા તેઓએ રૂપિયા 7 લાખ પરત આપ્યા હતા અને બાકીના પૈસા કે તેના બદલામા ફ્લેટ આપવાની વાત કરી હતી. જાકે : સમય જતા જીતેશ ફોન ઉપાડવાના – બંધ કરી દીધા હતા અને પ્રફુલ નાવડીયાને વાત કરતા તેઓએ ( પ્રોજેકટ જીતેશને સોપીં દીધો છે. જેથી તમારે તેની સાથે વાત કરવાની કહી હાથ ઉંચા કરી એકબીજાને ખો આપી બાકી નિકળતા રૂપિયા 80.42 લાખ છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે ફૈસલ સુપેડીવાલાની ફરિયાદ લઈ જમીન માલીક પ્રફુલ – સવજી નાવડીયા અને ડેવલોપર અને માલીક જીતેશ રાજેન્દ્ર કદમ સામે ગુને દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here