છેતરપીંડી : વેરાવળ તેમજ અન્ય સ્થળોએ એ.ટી.એમ. કાર્ડ બદલી 27 જેટલા ફ્રોડ આચરનારા આરોપી સામે ગુનો નોંધાયો

0
0

વેરાવળ તેમજ અન્ય સ્થળોએ એ.ટી.એમ. કાર્ડ બદલી 27 જેટલા ફ્રોડના ગુના આચરનારા આરોપી સામે વધુ એક પ્રભાસ પાટણ પોલીસમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં ભોગ બનનારનું કોરોનાથી મોત થતાં તેના પુત્રે ફરીયાદ નોંધાવી છે.

વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા આબીદ હસનભાઇ સુમરા (ઉ.વ.26)એ ફરિયાદ નોંધાવી છે કે, મારા પિતા હસનભાઇ સુમરા ભંગારની ફેરી કરતા હતા. તેમનું તા.01-05-2021ના રોજ કોરોના મહામારીમાં મોત થયું છે. તે ગત તા.18-03-2021ના રોજ પ્રભાસ પાટણ ઝાપા પાસે આવેલા એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યારે માસ્ક બાંધેલા એક વ્યકિતએ મારા પિતાનું એટીએમ કાર્ડ બદલાવી અને તે કાર્ડ દ્વારા રૂા.18 હજાર 200ની રકમ ઉપાડી લીધી હોવાની અરજી કરેલી હતી.

હાલ પોલીસે ઝડપેલા અસ્પાક અબ્દુલ ગફાર પંજા નામના શખ્સ પાસેથી જુદા-જુદા એટીએમ કાર્ડ મેળવી લોકો સાથે છેતરપીંડી આચરી હોય તે અંગેની તપાસ દરમિયાન મારા પિતાના એટીએમ કાર્ડ વડે રૂા.18 હજાર 200 ઉપાડેલા હોવાની કબુલાત આપતા આ અંગે ધોરણસરની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. મારૂએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here