Monday, October 18, 2021
Homeસુરત : રીંગરોડની શ્રીજી ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી 12.9 લાખનો માલ ખરીદ્યા...
Array

સુરત : રીંગરોડની શ્રીજી ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી 12.9 લાખનો માલ ખરીદ્યા બાદ ચેન્નાઈના વેપારીઓ દ્વારા ઠગાઈ.

રિંગરોડ શ્રીજી ટેક્ષટાઈલ માર્કેટમાં નારાયણ સારીઝના નામે ધંધો કરતા વેપારી પાસેથી સ્થાનિક દલાલ મારફતે ચેન્નાઈના પાંચ વેપારીઓએ કુલ રૂપિયા 12.9 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી વેપારીએ ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે વેપારીની ફરિયાદ લઈ કાપડ દલાલ સહિત ચેન્નાઈના છ વેપારીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કાપડનો માલની ખરીદી કરી હતી

બનાવની સલાબતપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ હોમીયોપેથીક કોલેજ પાસે સોનલરૂપ ઍપાર્ટમેન્ટમાં રહેતા વિમલ ગણેશલાલ સિંધવી (ઉ.વ.38) રિંગરોડ શ્રીજી ટેક્ષટાઈલ માર્કેટમાં નારાયણ સારીઝના નામે દુકાન ધરાવે છે. વિમલભાઈ પાસેથી ગત તા 1લી એપ્રીલ 2018થી 18 ફ્રેબ્રુઆરી 2019ના સમયગાળા દરમિયાન રિંગરોડ સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં વિનય એજન્સીના નામે ધંધો કરતા કાપડ દલાલ પ્રભુ ગીરધરસિંહ રાજપુત, શ્રી કનિક સારીઝના અરૂણ (રહે,ઍમ.સી. રોડ ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ), સુંદરી સીલ્સના સુરેશ (રહે, ઈસ્ટ મુથૈયા ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ),ઓમશક્તિ ટેક્ષટઈલના પ્રોપાઈટર (રહે,ઍમ.સી.રોડ વેકટા રામાનુજ સ્ટ્રીટ ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ), હર્ષિતા સારીઝના સુપ્પુ (રહે, ઍમ.સી.રોડ વેકટા રામાનુજ સ્ટ્રીટ ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ) અને શક્તિ ટેક્ષના શક્તિ (રહે,ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ)ઍ કુલ રૂપિયા 12,09,667નો માલ ખરીદ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓએ પેમેન્ટ નહી ચુકવતા વિમલભાઈ સિંધવીઍ પેમેન્ટ માટે ઉઘરાણી કરતા આરોપીઓએ પેમેન્ટ મળશે નહી થાય તે કરી લેવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વિમલભાઈની ફરિયાદ લઈ દલાલ સહિત વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments