છેતરપિંડી : જૂનાગઢના વિદ્યાર્થીએ 4200 રૂપિયા રિફંડ મેળવવા OTP આપતા ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

0
0

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના હાજાણી પીપળીયામાં રહેતા તબીબ વિદ્યાર્થીને અજાણ્યા શખ્સે ‘ફોન-પે કસ્ટમર કેરમાંથી બોલુ છું’ તેમ કહી 4,200 રૂપિયા કેશબેક આપવાના બહાને ઓ.ટી.પી. મેળવી લઇ તેના ખાતામાંથી 34,200 રૂપિયા ઉપાડી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જિલ્લાના હાજાણી પીપળીયામાં રહેતો અને રાજકોટની કોલેજમાં બી.એચ.એમ.એસ.નો અભ્યાસ કરતો હિરેન રાજેશભાઇ અમીપરા (ઉ.વ.18) ગત તા.31-8-2020ના હાજાણી પીપળીયા ગામે ઘરે હતો. ત્યારે મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સ પોતે ફોન-પે કસ્ટમર કેર ૫૨થી બોલતો હોવાનું જણાવી તમને 4,205 રૂપિયા કેશબેક મળ્યા છે તેમ કહ્યું હતું. અને તે આપવા માટે ફોન-પે ના બેલ આઇકન પર જઇ કલીક કરાવી એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી. અને ઓ.ટી.પી. કોડ મેળવી લીધા હતા.

હિરેન અમીપરાએ વિશ્વાસમાં આવી ઓ.ટી.પી. આપી દીધા પછી તેના બેંક ખાતામાંથી રૂ.17,400, રૂ.4,200 તેમજ રૂ.8,400 મળી કુલ રૂ.34,200 રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે તેણે અરજી આપેલ જે અનુસંધાને જૂનાગઢ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here