સુરત : રીંગરોડ સુરાના ઈન્ટરનેશનલ કોમ્પલેક્ષના વેપારી સાથે રૂપિયા 9 લાખની ઠગાઈ.

0
0

સુરત શહેરમાં રીંગરોડ જશ માર્કેટની બાજુમાં સુરાના ઈન્ટરનેશનલ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ સીમોર પ્રિન્ટસ પ્રા.લી નામની દુકાનમાંથી ચૌધરીબંધુઓએ રૂપિયા 9.07 લાખનો પ્રિન્ટ સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

60 દિવસમાં પેમેન્ટ મળી જશે હોવાની લોભામણી વાતો કરી હતી

પાર્લે પોઈન્ટ સરગમ શોપીંગ સેન્ટર પાસે સાંઈસદન સુરપ્રભા સોસાયટી સુર મંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અશોક હરીપ્રસાદ યાદવ (ઉ.વ.45) રીંગરોડ જશ માર્કેટની બાજુમાં સુરાના ઈન્ટરનેશનલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે સીમોર પ્રિન્ટસ પ્રા. લી નામે દુકાન ધરાવે છે. અશોકભાઈ પાસેથી કાપડ દલાલ બાબુ રાજારામ ચૌધરી મારફતે ઓગસ્ટ 2014માં મૂળ રાજસ્થાનના પાલીના કુપારામ ઉર્ફે કમલેશ વનાજી ચૌધરી અને તેનો ભાઈ બાબુ વનાજી ચૌધરી દુકાને મળવા આવ્યા હતા. બાબુ વનાજીએ પોતે મહારાષ્ટ્રના બોઈસર પાલધર ખાતે કાચા સોનાનું લે-વેચનું કામ કરે છે. તેનો ભાઈ કુપારામ કોઈમ્બ્તુર તમીલનાડુમાં વિશાલ ટેક્ષ ફર્મના નામે મોટા પાયે સાડીનો રી-સેલનો ધંધો કરે છે. તેની સાથે ધંધો કરશો તો સારો ફાયદો થશે અને 60 દિવસમાં પેમેન્ટ મળી જશે હોવાની લોભામણી વાતો કરી શરુઆતમાં માલ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવી આપ્યું હતું.

પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી

ગત 25 ઓગસ્ટ 2014થી 5 જાન્યુઆરી 2017 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી જુદી જુદી ક્વોલિટીનો કુલ રૂપિયા 907930નો પ્રિન્ટ સાડીનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમયમર્યાદામાં પેમેન્ટ નહી આપતા અશોક યાદવે પેમેન્ટની ઉઘરાણી કરતા શરુઆતમાં ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે અશોક યાદવની ફરિયાદ લઈ ચૌધરીબંધુઓ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here