છેતરપીંડી : જોબવર્ક કરાવી મનિષ પ્રિન્ટ્સના રાઠી દંપતિએ 34 લાખની ઠગાઇ કરી

0
6

રિંગરોડ સ્થિત હરિઓમ માર્કેટમાં ઓફિસ ધરાવતા કારખાનેદાર પાસેથી 34.32 લાખ રૂપિયાનું એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરાવ્યા બાદ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર મનિષ પ્રિન્ટના સંચાલક રાઠી દંપતી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.વેસુના આગમ શોપિંગમાં રહેતા ઇન્દ્રજીત જશવંતલાલ ખુરાના ભટાર ઉમા ઇન્ડસ્ટ્રીયલમાં એમ્બ્રોઇડરી કારખાનું ધરાવે છે તેમજ હરિઓમ ટેક્સટાઇલ માર્કેટમાં પુનિત ફેશન ફેબના નામે ઓફિસ ધરાવે છે. વર્ષ 2009માં તેમનો પરિચય મનિષ રાઠી અને તેમની પત્ની રેખા રાઠી સાથે થયો હતો.

રાઠી દંપતીએ ઇન્દ્રજીત ખુરાનાને તેઓ સાક્ષી પ્રિન્ટસ, સંગીતા પ્રિન્ટસ, મનિષ પ્રિન્ટ્સ અને મનિષ સિલ્ક મિલ્સના નામે કાપડનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. પ્રથમ આ દંપતીએ એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરાવી તેના પૈસા સમયસર ચૂકવી દઇ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ તા.1-4-2016થી તા.31-3-2017 દરમિયાન કુલ 34,32,982 રૂપિયાનું એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી લીધા બાદ તેના નાણાં ચૂકવવામાં ગલ્લા-તલ્લા શરૂ કરી દીધા હતા. રાઠી દંપતીએ આપેલા ચેક પણ રિટર્ન થયાં હતા. આખરે ઇન્દ્રજીત ખુરાનાએ ઠગ રાઠી દંપતી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here