છેતરપિંડી – સસ્તા સોનાની લાલચે વેપારી પાસેથી 72 લાખ પડાવી લીધા, અગાઉ 3 વાર સસ્તા સોનાનાં બિસ્કિટ આપી જાળ બિછાવી

0
11
  • વેપારી પાસેથી રૂપિયા લઈ 3 ભેજાબાજ ભાગી છૂટ્યા

સીએન 24,ગુજરાત

વડોદરાભરૂચના વેપારીને બજાર ભાવ કરતાં ઓછા ભાવે સોનાનાં બિસ્કિટ આપવાનો ભરોસો આપ્યા બાદ તેને સોનાનાં બિસ્કિટ લેવા વડોદરા આજવા ચોકડી પાસે બોલાવી 72 લાખ લઇ લીધા પછી ફરાર થઈ ગયેલા ત્રણ જણા સામે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે મહા માંગલ્ય રેસિડન્સીમાં રહેતા વિરલ સતિષભાઈ ચોકસીએ બાપોદ પોલીસમાં દત્તુભાઈ, રાજુભાઈ અને મનોજભાઈ નામના ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અગાઈ રાજુ નામના શખ્સે તેમને સાડા ચાર લાખમાં સોનાનું બિસ્કિટ આપ્યું હતું. આ રીતે ત્રણ વખત સાડા ચાર લાખ રૂપિયામાં સોનાનાં બિસ્કિટ આપ્યાં હતાં. ત્યારબાદ 30 બિસ્કિટ આપવાના બહાને 1 કરોડ 30 લાખ ચૂકવવાના રહેશે, તેમ જણાવ્યું હતું. જેથી વિરલ અને તેના મિત્રો આજવા ચોકડી ગયા હતા. જ્યાં સોનાના બિસ્કિટ બતાવી 72 લાખ લીધા બાદ ગઠિયા ફરાર થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here