પ્રાંતિજ ખાતે જાયન્ટસ ગૃપ દ્વારા ફ્રી નિદાન ચેકપ કેમ્પ યોજાયો .

0
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાયન્ટસ ગૃપ ગોલ્ડ  દ્વારા ફ્રી નિદાન ચેકપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૭૦ જેટલા દર્દીઓને કેમ્પમાં લાભ લીધો હતો .

 

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગાયત્રી હોસ્પિટલ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગૃપ તથા રેસ કિંગ  કલીનીક એશિયન ડેરિયાટ્રિકસ હોસ્પિટલ દ્વારા આયોજિત જાડાપણું તથા ધૂંટણ અને સાંધા નો દુખાવો  , બ્લડપ્રેશર  , ડાયાબીટીશ સહિત નો નિ:શુલ્ક તપાસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં સંજય પટોલિયા  બેરિયાટ્રિકસ અને જીઆઇ સર્જન તથા ર્ડા.ધીરજ મરોઠી જૈન  , ર્ડા પ્રવીન નંદવાના સહિત ના નામચીન ડોક્ટરો ઉપસ્થિત રહી ને ફી સેવા આપવામાં આવી હતી.

 

તો આ પ્રસંગે ર્ડા.એન.કે.ડેરિયા  , મહંત સુનીલદાસજી મહારાજ  , નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ  , જાયન્ટસ પ્રમુખ નિખિલભાઇ સુખડિયા  , વજેશભાઇ ભાવસાર  , જાયન્ટસ મંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ  , ગૌતમભાઇ ભાવસાર  , જમનાદાસભાઇ વકીલ  , રાજુભાઇ શાહ  , મિતેશભાઇ શાહ  , પિયુષભાઇ શાહ  સહિત ના જાયન્ટસ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં તો કેમ્પ માં કુલ-૧૭૦ જેટલા દર્દીઓએ નિ: શુલ્ક ર્ડા કટરી સેવા ઓનો લાભ લીધો હતો .

 

રિપોર્ટર : સંજય રાવલ , CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here