Thursday, August 5, 2021
Homeહળવદ : પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ નું આયોજન
Array

હળવદ : પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ નું આયોજન

હળવદ માં ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ની ઉજવણી સેવાકાર્ય કરી અને કરવામાં આવી જેમાં હળવદ ના સરકારી દવાખાના ખાતે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા તથા આસપાસ ના વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લેવા માટે ઉમટી પડ્યા છે જેમાં અત્યારે વરસાદી વાતાવરણ ના લીધે અનેક રોગ નો ભોગ દર્દીઓ બનતા હોય છે ત્યારે તેમની ઉચિત સારવાર મળી રહે તે માટે શહેર ભાજપ , હળવદ નગરપાલિકા , ડોકટર સેલ અને હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડો. બી.ટી.માલમપરા , ડો. કૌશલભાઈ ઝાલરીયા , ડો અશ્વિનભાઈ અદ્રોજા , ડો. સી.ટી.પટેલ , ડો.અશ્વિભાઈ જોશી , ડો. હિતેશભાઈ મોરડીયા , ડો. અશ્વિનભાઈ પટેલ , ડો જલ્પાબેન માલમપરા સહિત ડોક્ટરો ની ટિમ એ પોતાની અમૂલ્ય સેવા  નિઃશુલ્ક આપી હતી અને જેનો હળવદ તાલુકા ના દર્દીઓ એ લાભ લીધો હતો સાથે સાથે હોસ્પિટલ માં દાખલ દર્દીઓ અને ડિલિવરી થયેલ બહેનો ને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા , ડો .બી.ટી.માલમપરા સાહેબ , ન.પા પ્રમુખ હીનાબેન રાવલ , જશુબેન પટેલ ,અનસૂયાબેન પટેલ , અજયભાઈ રાવલ , રણછોડભાઈ દલવાડી , કેતનભાઈ દવે ,રમેશ ભગત , સંદીપ પટેલ , તપન દવે સહિત આગેવાનો એ દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમ ને ખુલો મુક્યો હતો આ કાર્યક્રમ માં 500 ઉપરાંત દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો અને જરૂરિયાત મુજબ ની દવાઓ ડો.બી.ટી.માલમપરા સાહેબ દ્વારા પુરી પાડવામાં આવી હતી
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments