ફ્રાન્સ સરકારનો નિર્ણય : પેગાસસ સૉફ્ટવેરથી કથીત જાસૂસીની તપાસ શરુ

0
2

વોશ્ગિંટન પોસ્ટ સહિત 16 મીડિયા સંસ્થાઓનો સંયુક્ત રિપોર્ટ જાહેર થયા બાદ દૂનિયામાં પેગાસસ સૉફ્ટવેરથી જાસૂસીનો મુદ્દો ઉઠી રહ્યો છે. આ બાબતે ફ્રાન્સ સરકારે મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સે પેગાસસ સૉફ્ટવેરથી કથીત જાસૂસી કાંડની તપાસ શરુ કરવાનો આદેશ આપ્યો છે.

ઈઝરાયેલી સૉફટવેરથી ભારતમાં પણ 300 મોબાઇલ નંબરોની જાસૂસી કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચૂંટણીનાં રણનીતિકાર પ્રશાંત કિશોર સહિત કેટલાય મોટા નેતાઓ, 40 પત્રકારો, સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ અને અન્ય લોકોના નંબરનો સમાવેશ છે, તેવુ જણાવવામાં આવી રહ્યુ છે.

ઇઝરાયેલની કંપની NSOએ પેગાસસને વિકસીત કર્યા પછી વિવિધ દેશોની સરકારોને વેચવાનુ શરુ કર્યુ. 2013માં વાર્ષિક 4 કરોડ કમાવનાર કંપનીની કમાણી 2015 સુધી આશરે 4 ગણી વધીને 15.5 કરોડ ડૉલર થઇ ગઇ. સૉફ્ટવેર ખૂબજ મોંઘુ ગણવામાં આવી રહ્યુ છે, તેથી સામાન્ય સંગઠન અને સંસ્થાઓ આને ખરીદી શકતી નથી.

2016માં પ્રથમ વાર અરબ દેશોમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓના આઇફોનમાં આનો વપરાશ સામે આવ્યો હતો. બચાવ માટે એપલે તાત્કાલિક આઇ.ઓ.એસ અપડેટ કરીને સુરક્ષામાં કમીઓ દૂર કરી. એક વર્ષ પછી એન્ડ્રોઇડમાં પણ પેગાસસ થી જાસૂસીના કેસ સામે આવ્યા લાગ્યા. 2019માં ફેસબુકના સુરક્ષા વિશેષજ્ઞોએ પેગાસસને એક મોટો ખતરો દર્શાવી કેસ દાખલ કર્યો. આ દરમિયાન વ્હોટ્સએપે ભારતમાં કેટલાય કાર્યકર્તા અને પત્રકારોના ફોનમાં આના ઊપયોગનો ઘટસ્ફોટ કર્યો.

પૂરો ફોન હેક થઇ શકે

  • પેગાસસ યૂઝરના મેસેજ વાંચે છે, ફોન કૉલ ટ્રેક કરે છે, વિવિધ એપ્સ અને તેમા ઉપયોગ થયેલી જાણકારી ચોરે છે.
  • લોકેશન ડેટા, વીડિયો કેમેરાનો ઊપયોગ અને ફોનની સાથે માઇક્રોફોનથી અવાજ પણ રેકોર્ડ કરે છે.
  • એન્ટીવાઇરસ બનાવનારી કંપની કેસ્પરસ્કીના અનુસાર પેગાસસ MMS,બ્રાંઉઝિંગ હિસ્ટ્રી, કોન્ટેક્ટ અને ઇ-મેઇલને જોવે તો છે પરંતુ તેનો સ્ક્રિન શોટ પણ લઇ શકે છે.
  • આ જાણકારીઓને લીક કરી તે જાસૂસી કરે છે.
  • આને સ્માર્ટ સ્પાઇવેર પણ કહી શકાય છે. કેમકે આ સમય પ્રમાણે જાસૂસી કરવા નવા રસ્તા શોધી લે છે.

પેગાસસ સૉફ્ટવેર થી દૂનિયાભરના નામચીન લોકોની જાસૂસીની ઘટનામાં ફ્રાન્સ સરકારે મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સે પેગાસસ સૉફ્ટવેરથી કથીત જાસૂસીની તપાસ શરુ કરવાનો આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here