કોરોનાવાયરસનો કહેર: સેનિટાઈઝરનાં વાંરવાર વપરાશથી ત્વચાને આ ગંભીર રોગ થવાની શક્યતા

0
8

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ત્યારે સેનિટાઈઝરનં અતિ વપરાશથી શરીરમાં આ રોગો થઈ શકે છે. જેનાથી એલર્જી, ખંજવાળ, શુષ્ક ત્વાચા જેવા રોગો થઈ શકે છે. સ્કીનનાં વિશેષજ્ઞોનો દાવો છે કે બાજારમાં ઉપલ્બધ 90 ટકા હેન્ડ સેનિટાઈઝર સારી ગુણવત્તાનાં નથી, પરંતુ કોરોનાવાયરસનાં ડરનાં પગલે તેનો વપરાશ બહોળા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત

જ્યારે કોરોનાનવાયરસથી બચવા સેનિટાઈઝરનો લોકો વપરાશ કરતા હોય છે. ત્યારે આ સેનિટાઈઝરમાં વપરાશ થતો આલ્કોહોલ અને અન્ય વસ્તુઓ એલર્જીનું કારણ બની શકે છે. જ્યારે તેનાં વધુ વપરાશનાં કારણે ત્વચા લાલ થઈ શકે છે અને નાનાં નાના દાણાં પણ ઉપસી શકે છે. જેમાં એથનોલ, એન પ્રોપેનોલ, આઈસોપ્રોફઆઈન નામનો ડ્રાઈ આલ્કોહોલ હોય છે. જેનાથી ત્વાચની પ્રાકૃતિક્તા પૂર્ણ થઈ જાય છે. તેનાથી હાથોમાં ખંજવાળ અને ત્વચા શુષ્ક થવા લાગે છે. અને તેની સમગ્ર શરીર પર અસર પડે છે.

સેનિટાઈઝરમાં વપરાશ થતો આલ્કોહોલ અને અન્ય વસ્તુઓ એલર્જીનું કારણ બની શકે

ત્યારે આ મામલે એક સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો હિતેશે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી એવા દર્દીઓ આવી રહ્યા છે કે જેમને હાથમાં ખંજવાળ કે એલર્જીની સમસ્યા થઈ રહી છે. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓ સેનિટાઈઝરનો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. ઘણા રિસર્ચમાં એ બાબત સાબિત થયું છે કે સેનિટાઈઝરનો વધુ વપરાશ સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બની શકે છે. ડોક્ટર હિતેશનાં જણાવ્યા મુજબ બાહરથી ઘરે આવે ત્યારે અથવા ઓફિસ પહોંચો ત્યારે સેનિટાઈઝરનો વપરાશ કરવો જરૂરી છે. પંરતુ વાંરવાર તેના વપરાશથી બચવું જોઈએ.

સેનિટાઈઝરમાં વિષયુક્ત તત્વ અને બેંજાલ્કોનિયમ ક્લોરાઈડ હોય

ત્યારે આ બાબતે એમ્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનાં જણાવ્યા મુજબ સેનિટાઈઝરમાં વિષયુક્ત તત્વ અને બેંજાલ્કોનિયમ ક્લોરાઈડ હોય છે, જે કિંટાણુંઓ અને બેક્ટેરિયાને હાથમાંથી બહાર ફેંકી દે છે, પરંતુ તે આપણી ત્વચા માટે બિલકુલ સારું નથી હોતું, તેનાં વધુ વપરાશથી બળતરા અને ખંડજવાળ આવે છે, તેની સારી સુંગધ માટે ફેથલેટ્સ નામના રસાયણનો ઉપયોગ લેવામાં આવે છે. જો તેની માત્રા વધારે હોયતો તે હાનિકારક બને છે.