હળવદ તાલુકા કક્ષા નો કલા ઉત્સવ H.E.S. સ્કૂલ ખાતે યોજાયો

0
43

હળવદ તાલુકા કક્ષા નો કલા મહોત્સવ એચ ઈ એસ સ્કુલ ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં તાલુકામાં થી વિધાથિઓ ભાગ લીધો હતો, જેમાં ગાયન, વાદન, નૃત્ય, રાસ, ગરબા, સાહિત્ય, અને વિવિધ બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓ ને ખીલવવા માટે નો અનેરો ઉત્સવ એટેલે કલા મહાકુંભ યોજાયો.

જેમાં તાલુકા ના અંદાજીત ૫૦૦ જેટલા બાળકો એ ભાગ લીધો હતો,કાર્યક્રમ નું દીપ પ્રાગટય  સંસ્થા ના માનદ મંત્રી  અતુલભાઈ પાઠક, શિક્ષક સંઘ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા,હળવદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ, તેમજ હળવદ  શહેર ભાજપ પ્રમુખ  અજયભાઈ રાવલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ વડાલીયા, નરેશભાઈ રાવલ, સુરેશભાઈ પટેલ, હીમાંશુભાઈ ગૌસ્વામી વગેરે મહેમાનો દ્વારા કરવામાં આવ્યુંહતુ. કાર્યક્રમ ને સફળ બનાવવા કન્વીનર , પ્રીતેશ દવે,વિજયભાઈ પટેલ, વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન  ગજેન્દ્રભાઈ મોરડીયા એ કરેલ હતું.

આતકે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ જણાવ્યું હતું કે બાળકોમાં શુષ્પત શકિત બહાર લાવવા અને બાળ પ્રતિભાને સ્ટેજ મળે એવા હેતુ થી રાજય સરકાર દ્વારા કલા ઉત્સવ કલા મહાકુંભ આયોજન કરવામાં આવે છે,
આ કલા મહાકુંભ માં સારો દેખાવ કરનાર બાળકોને જિલ્લા કક્ષા એ મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here