Friday, March 29, 2024
Homeફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ : બિલિયન ડોલર બનેલી બે કંપનીના ફાઉન્ડર જણાવે છે,...
Array

ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ : બિલિયન ડોલર બનેલી બે કંપનીના ફાઉન્ડર જણાવે છે, કેવી રીતે મિત્રો સાથે મળીને આ મુકામે પહોંચ્યા?

- Advertisement -

મુંબઈ: વર્ષ 1999માં કાર્તિક ગણપતિ, એમએન શ્રીનિવાસુ અને અજય કૌશલે બિલડેસ્ક શરૂ કરી. આ ઓનલાઇન પેમેન્ટ ગેટવે કંપની છે. જેશનું 70 ટકા એટલે કે વાર્ષિક 4.5 લાખ કરોડનું ઓનલાઇન બિલિંગ ટ્રાન્ઝેક્શન આનાથી જ થાય છે. સંસ્થાપક સભ્ય અજય જણાવે છે કેવી રીતે મિત્રતાએ ત્રણેયને ‘યુનિફોર્મ’ બનાવ્યા.

પોતાના પરિવાર કરતાં ઘણુ વધારે અમે એક-બીજાની સાથે સમય વિતાવ્યો છે
અમે ત્રણેયની મુલાકાત મુંબઇમાં અમેરિકી એકાઉન્ટિંગ ફર્મ આર્થર એન્ડરસનમાં થઇ હતી. ધીમે-ધીમે તે મિત્રતામાં બદલાઇ ગઇ. દરમિયાન અમારા એક ક્લાઇન્ટે કહ્યું -‘કન્સલ્ટિંગ બંધ કરો પોતાનું કાંઇક કરો.’ પછી અમે આ વિચાર પર ચર્ચા કરી. 31 ડિસેમ્બર 1998ના રોજ અમે એન્ડરસન છોડી દીધી. આવી રીતે નવા વર્ષે અમે ત્રણેય બેરોજગાર થઇ ગયા. અમે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પર કામ શરૂ કર્યું.

કામ જરૂર વહેંચાયું પરંતુ અમે સાથે રહ્યા.
બેન્ક ઓફ બરોડા અમારો પહેલો ગ્રાહક બની. કંપની ચલાવવા બધાએ પોત-પોતાની વિશેષતાનું કામ હાથમાં લીધું. કાર્તિકે ટેક્નોલોજી, વાસુએ અકાઉન્ટિંગ અને હું માર્કેટ જોવા લાગ્યો. કામ જરૂર વહેંચાયું પરંતુ અમે સાથે રહ્યા. આજે પણ અમે ત્રણેય ઓફિસની એક જ કેબિનમાં બેસીએ છીએ. રસપ્રદ એ છે કે અમે ત્રણેય જેટલો સમય સાથે વિતાવ્યોે, એટલો અમારા પરિવાર સાથે પણ વિતાવ્યો નથી. જ્યારે બિલડેસ્ક શરૂ કરી, ત્યારે ઇન્ટરનેટ નવું હતું. અમે સમય સાથે અમારા મોડલમાં ફેરફાર કરતા રહ્યા. હવે નવા સેક્ટરને કવર કરીએ છીએ. આજે દરેક સેક્ટરમાં ટોપ કંપનીઓ સાથે કામ કરી રહ્યા છીએ. આમ, મિત્રતાથી ચીજો સરળ બની જાય છે.

ફ્રેશડેસ્ક: પાંચ મિત્રે રૂ. 5 હજાર ન આપ્યા હોત તો, બિલિયન ડોલર કંપની ન બનત
2010માં બે મિત્ર ગિરિશ મથરુભૂતમ અને શાન કૃષ્ણાસામીએ ફ્રેશડેસ્ક શરૂ કરી. એક નાનકડા ઘરમાંથી શરૂ થયેલી આ કંપનીએ 9 વર્ષમાં યુનિકોર્ન સ્ટેટસ મેળવ્યું છે. કર્મચારીઓની સંખ્યા 6થી 3137 થઇ. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં જન્મેલા ગિરીશ જણાવે છે કે, આ કંપનીને કેવી રીતે શિખર પર પહોંચાડી..

મેં પૂછ્યું સાથે કામ કરીશું, શાને તુરંત જ નોકરી છોડી દીધી

હુ આજે જે કાંઇ શું, મિત્રોને લીધે છું. મિત્રોએ જ મને કમ્પ્યૂટર શીખવાડ્યું, ત્યાર બાદ હું મારી પ્રથમ કંપની એક્સપર્ટ લેબ શરૂ કરી શક્યો. તેના માટે 5 મિત્રોએ 15 હજાર રૂપિયા આપ્યા હતા. જેનાથી મેં ટેબલ અને ક્મ્પ્યૂટર ખરીધ્યું હતું. પહેલા મહિને જ એક લાખની કમાણી થઇ. થોડા સમય પછી હું તે કામથી બોર થઇ ગયો. પછી અમેરિકી કંપની જોહો સાથે જોડાઇ ગયો. અહીં શાન કૃષ્ણાસામી સાથે મિત્રતા થઇ. સાથે કામ કરતા 10 વર્ષ નીકળી ગયા. એક દિવસ લાગ્યું કે કાંઇક નવું કરવું જોઇએ. એ જ દિવસોમાં મેં એક લેખ વાંચ્યો, જેમાં એક ગ્રાહકે ફી આપ્યા પછી પણ સારી સર્વિસ ન મળવાની ફરિયાદ કરી હતી. આ સમસ્યાથી મને આઇટી સોલ્યુશન કંપની ફ્રેશડેસ્કનો આઇડિયા આવ્યો. મેં આ વાત શાનને કરી અને તેમણે એક ઝાટકે નોકરી છોડી દીધી. શાને ઇનકાર કર્યો હોત તો કંપની ન બનત. માર્કેટમાં આવી 600 અન્ય કંપની છે, પરંતુ 2010માં અમે બંનેએ રૂ. 60 લાખથી ફ્રેશડેસ્ક શરૂ કરીને ચાર લોકોને નોકરીએ રાખ્યા. લોન્ચિંગના બીજા દિવસે જ અમને ગ્રાહક મળ્યો. આજે અમારો નિર્ણય યોગ્ય સાબિત થઇ ગયો. હવે અમે 60 દેશોમાં સર્વિસ આપી રહ્યા છીએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular