Saturday, December 3, 2022
Homeગુજરાતઅમરેલી-રાજુલાથી ત્રીજા નોરતે “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા યોજાશે

અમરેલી-રાજુલાથી ત્રીજા નોરતે “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા યોજાશે

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા નવરાત્રીના ત્રીજા નોરતે આયોજિત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા શરૂ કરવામાં આવશે. યાત્રામાં મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દાઓની વિરોધ કરીને પ્રચાર કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં “માં” ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ,સમૃદ્ધી મળે તે સંકલ્પ સાથે આયોજીત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જુદા જુદા સ્થાનેથી નીકળશે.

200 કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્થાનેથી નીકળશે. “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર”ની પ્રથમ યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણાની આગેવાનીમાં રાજકોટના રેસકોર્ષથી ઉમિયામાંતાના પાવનધામ સીદસર સુધી, બીજી યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલાથી શરુ થઇ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઇ લાખો ગુજરાતીઓના આસ્થાસ્થાન ઉમિયામાતા સીદસર અને ખોડલધામ ખાતે પોહાચશે. સમગ્ર યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ રેલી સ્વરૂપે જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular