1 એપ્રિલથી ઇન્કમ ટેક્સ અને બેન્કિંગ સહિત 11 નિયમોમાં ફેરફાર થશે

0
5

1 એપ્રિલથી નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ ગયું છે. નવું વર્ષ શરૂ થવાની સાથે ઈન્કમ ટેક્સ અને બેંકિંગ સંબંધિત ઘણા નિયમો બદલાઈ જશે. એની સીધી અસર તમારા પર પણ પડશે. અમે તમને આવા જ 11 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ.

1. EPFમાંથી મળતા વ્યાજ પર ટેક્સ

બજેટ 2021-22માં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માંથી મળતા વ્યાજ પર ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. હવે એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધી EPFમાં રોકાણ જ ટેક્સ ફ્રી હશે. એના કરતાં વધારે રોકાણ કરવા પર વધારાની રકમ પર વ્યાજની થયેલી આવક પર ટેક્સ લાગશે, એટલે કે જો તમે વાર્ષિક 3 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો 50 હજાર રૂપિયા પર વ્યાજથી જે આવક થશે તેના પર તમારે ટેક્સ સ્લેબના દરથી ટેક્સ આપવો પડશે.

2. સુપર સિનિયર સિટિઝનને ITR ફાઈલ કરવામાંથી મુક્તિ

1 એપ્રિલ 2021થી 75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ITR ફાઈલ નહીં કરવું પડે. આ છૂટ સિનિયર સિટિઝનને આપવામાં આવતું પેન્શન અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ પર આશ્રિત છે.

3. પોસ્ટ ઓફિસ અકાઉન્ટના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે

જો તમારું અકાઉન્ટ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)માં છે તો તમારે 1 એપ્રિલ 2021થી પૈસા જમા કરાવવા અથવા ઉપાડવા સિવાય આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AEPS) પર ચાર્જ આપવો પડશે. આ ચાર્જ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થયા બાદ લેવામાં આવશે, એટલે કે જો તમારા ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થઈ ગઈ છે, તો આ ચાર્જ આપવો પડશે.

4. પ્રી-ફિલ્ડ ITR ફોર્મ

કર્મચારીની સુવિધા માટે અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રકિયાને સરળ બનાવવા માટે ઈન્ડિવિડ્યુઅલ ટેક્સપેયર્સને હવે 1 એપ્રિલ 2021થી પ્રી-ફિલ્ડ ITR ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એનાથી ITR ફાઈલ કરવાનું સરળ થઈ જશે.

5. ITR ફાઈલ નહીં કરવા પર બમણો TDS

સરકારે ITR ફાઈલ નહીં કરનારા લોકો માટે નિયમ કડક કર્યા છે. એના માટે સરકારે ઈન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને ઉમેરી છે. એના અંતર્ગત હવે ITR ફાઈલ નહીં કરવા પર 1 એપ્રિલ, 2021થી બમણો TDS આપવો પડશે. નવા નિયમો અનુસાર, જે લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું, તેના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ વધારે લાગશે. નવા નિયમોના અનુસાર, 1 જુલાઈ 2021થી પીનલ TDS અને TCL દર 10-20% હશે, જે સામાન્ય રીતે 5-10% હોય છે.

6. કારમાં ડ્યુલ એરબેગ હોવી જરૂરી

1 એપ્રિલથી પેસેન્જર કારમાં સેફ્ટી ધોરણો બદલાઈ રહ્યાં છે. હવે ડ્રાઈવરની સાથે સાથે બાજુની સીટ માટે પણ એરબેગ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

7. 45થી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન મળશે

એક એપ્રિલથી 45 વર્ષ અને તેનાથી ઉપરના તમામ લોકો કોરોના રસીકરણના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. તેમણે માત્ર કોવિન પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ તેઓ સરકારી અથવા પ્રાઈવેટ સેન્ટરમાં જઈને રસી લઈ શકશે.

8. ઓરિયેન્ટલ અને યુનાઇટેડ બેંકની ચેકબુક અને IFSC બદલાઈ જશે

પંજાબ નેશનલ બેંકના જણાવ્યા પ્રમાણે, ઓરિયેન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈડેટ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR કોડ માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યાર બાદ તમારે બેંકમાંથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે. ગ્રાહકો વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકે છે. 1 એપ્રિલ 2020ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કરવામાં આવ્યું હતું.

9. નોન- સેલરીડ ક્લાસને આપવો પડશે વધારે TDS

1 એપ્રિલથી નોન-સેલરીડ ક્લાસ લોકો જેમ કે ફ્રીલાન્સર્સ, ટેક્નિકલ સપોર્ટર્સ વગેરેના ખિસ્સા પર વધારાના ટેક્સનો માર પડવાનો છે. અત્યારે આવા લોકોને પોતાની આવકમાંથી 7.5% TDS તરીકે ચૂકવવો પડતો હતો, પરંતુ હવે તેમને 10% TDS આપવો પડશે.

10. મોબાઈલ અને ગાડી ખરીદવાનું મોંઘું થશે

1 એપ્રિલથી ઘણી વસ્તુ મોંઘી થવાની છે. ગરમી પહેલાં ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ AC,કૂલર, ફ્રિજ જેવી પ્રોડક્ટ્સની કિંમત વધી જશે. એ સિવાય જો તમે સ્માર્ટફોન, કાર અથવા બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 1 એપ્રિલથી તેના માટે પણ વધારે પૈસા આપવા પડશે. એ સિવાય ફ્લાઈટનું ભાડું વધી જશે.

11. ઓનલાઈન પેમેન્ટના નવા નિમય લાગુ થશે

જો તમે તમારું મોબાઈલ અથવા વીજળીના બિલનું પેમેન્ટ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરી રાખ્યો છે અને એમાં એક્સ્ટ્રા ઓથેન્ટિકેશન નથી થયું તો 1 એપ્રિલથી તમારું ઓટો ડેબિટ પેમેન્ટ પૂરું નહીં થાય અને તમારા પેમેન્ટ પર અસર પડશે. રિઝર્વ બેંકની ગાઈડલાઈન્સ અનુસાર બેંક, કાર્ડ સર્વિસ પ્રોવાઈડર્સ, ઓનલાઈન વેન્ડર્સને એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનના નિયમ લાગુ કરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here