૧૯ ઓગસ્ટથી ફરી ‘કોન બનેગા કરોડપતિ ૧૧’ છવાશે ટીવી સેટ પર.

0
100

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આવનારી ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ની શૂટિંગમાં વ્યસ્ત હતા. ત્યારે હાલમાં જ ‘ગુલાબો સીતાબો’ ના શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમિતાભ બચ્ચન હવે ‘કૌન બનેગા કરોડપતિ’ની તૈયારીઓમાં લાગી ગયા છે. અમિતાભે જાતે જ તેના શોનો પહેલો લુક જાહેર કર્યો હતો. દર વર્ષે અમિતાભ બચ્ચન કેબીસીને નાના પડદે હોસ્ટ કરતા જોવા મળે છે. લોકો અમિતાભના આ શોને ખૂબ જ પસંદ કરે છે. ત્યારે અમિતાભનો અવાજ અને વ્યક્તિત્વ આ શોને વધુ સુંદર બનાવે છે

સોની એન્ટરટેઈનમેન્ટ ચેનલે શો ‘કૌન બનેગા કરોડપતિ’નો પ્રથમ પ્રોમો રિલીઝ કર્યો હતો અને જાણકારી આપતા જણાવ્યું કે, આ શો 19 ઓગસ્ટથી સોમવારથી શુક્રવાર દરરોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન તેની સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. આ વખતે કેબીસીનો સેટ પહેલા કરતા મોટો અને સારો બનાવવામાં આવ્યો છે. ત્યારે અમિતાભ પ્રોમોમાં કહેતા દેખાય છે કે, સોનીએ આ વખતે અલગ જ સેટ બનાવ્યો છે. ત્યારે મારી એન્ટ્રી પણ થોડી સ્ટાઇલમાં હોવી જોઈએ. 19 મી તારીખે ખૂબ મજા આવશે જ્યારે અમે અને તમે સાથે મળીને રમીશું ‘કૌન બનેગા કરોડપતિ’ માત્ર સોની પર.

‘કૌન બનેગા કરોડપતિ’ પહેલી વાર 3 જુલાઈ, 2000 ના રોજ યોજાયો હતો. ત્યારે ‘કોણ બનેગા કરોડપતિ’ માં અમિતાભ બચ્ચને ૧૦ સિઝનમાંથી માત્ર ૩ સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. ત્યારે આ વખતે પણ અમિતાભ બચ્ચન ‘કોણ બનેગા કરોડપતિ ૧૧’ હોસ્ટ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here