લોકડાઉનમાં સેલિબ્રેશન : આયુષ્માન ખુરાનાથી લઈને શંકર મહાદેવન અને શાન ‘મધર્સ ડે’ પર સ્પેશિયલ ગિફ્ટ લઇને આવી રહ્યા છે

0
4

મુંબઈ. 10 મે એટલે કે રવિવારે મધર્સ ડે છે. આ સ્પેશિયલ દિવસે આયુષ્માન ખુરાના ‘મા’ ટાઈટલ પર બનેલું એક સોન્ગ શેર કરવાનો છે. આ ઉપરાંત સિંગર શંકર મહાદેવન અને શાન પણ આ દિવસને વધારે સ્પેશિયલ બનાવવા માટે એકદમ તૈયાર છે.

આયુષ્મામાને મધર્સ ડે સ્પેશિયલ સોન્ગ વિશે જણાવ્યું કે, એક માતા પોતાના બાળકો પર કોઈ પણ શરત વગર પ્રેમ વરસાવે છે અને જે પણ આપણા માટે બલિદાન આપે છે, તેમના માટે દરેક દિવસ મધર્સ ડે કહેવાવો જોઈએ, જો કે એક સ્પેશિયલ દિવસ પોતાની માતાને સમર્પિત કરવો એ ઘણું સારું છે. આ વર્ષે મધર્સ ડે પર હું દરેક માતાને ડેડીકેટ કરીને ‘મા’ ટાઈટલ પર એક સોન્ગ પોસ્ટ કરવાનો છું. હું હંમેશાં આપણા સૌનું ધ્યાન રાખનારી, ઉછેર કરનારી શક્તિનાં વખાણમાં સન્માનપૂર્વક ગાતો રહીશ.

આયુષ્માન પોતાના મિત્ર અને સંગીતકાર રોચક કોહલીની સાથે મળીને આ ગીત પર કામ કરી રહ્યો છે. રોચક આ સોન્ગમાં પોતાનો અવાજ પણ આપશે. આ સોન્ગની કડીઓ ગુરપ્રીત સૈનીએ લખી છે.

તો બીજી તરફ સિંગર શંકર મહાદેવન અને શાને ‘ગો નટ્સ’ એપ્પનો ઉપયોગ કરીને મધર્સ ડે માટે એક પર્સનલાઈઝ્ડ વીડિયો તૈયાર કર્યો છે જેમાં બંનેએ પોતાના અવાજમાં સોન્ગ ગાયું છે. પોતાના અપકમિંગ પ્લાન વિશે શંકરે કહ્યું કે, અમારા માટે ક્યાંય રોકાયા વગર કામ કરનારી મા આપણા પરિવારનો પાયો છે. તેમના આ કામને પ્રોત્સાહન આપવું અને સેલિબ્રેટ કરવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here