બનાસકાંઠા : લાખણી ના ભીમગઢ ગામમાંથી બોગસ દવાખાનું ઝડપાયું

0
40

લાખણી : જિલ્લા આરોગ્ય અધિકારીએ  જન આરોગ્ય જોખમાવતા બોગસ ડોકટરો સામે હાથ ધરેલ અભિયાન અંતર્ગત લાખણી તાલુકાના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. પી. આર. મોદીને ભીમગઢ ગામની ડેરી પાછળ બોગસ દવાખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી તેથી તેમણે સ્ટાફ સાથે અચાનક રેડ કરી હતી પરંતુ પંચોની હાજરીમાં બાતમીવાળી જગ્યાએ કોઈ દવા કે વ્યક્તિ મળી આવ્યો ન હતો.

ગામના આગેવાનો પટેલ રત્નભાઈ તેજાભાઈ, ચૌધરી પાંચાભાઈ અણદાભાઈ, ચૌધરી ભરતભાઇ ગેનાભાઈ વગેરેએ લેખિતમાં અહીં કોઈ બિનધિકૃત પ્રેક્ટિસ કરતું નથી તેમ જણાવ્યું હતું.  જો કે નાણી બાદ હવે ભીમગઢમાં પણ બોગસ ડોકટર ન મળતા આરોગ્ય વિભાગની તવાઈને લઈ બોગસ ડોકટરોએ ઉચાળા ભરી દીધા હોવાનું પણ ગામલોકોએ જણાવ્યું હતું.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા