અમદાવાદ : ફાયર કર્મીઓથી લઈ મામલતદાર પણ કોરોનાની ઝપેટમાં,

0
8

અમદાવાદ. કોરાનાના હોટસ્પોટ બનેલા શહેરમાં સોમવારે જશોદાનગરના 3 ફાયરકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેયને શહેરની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3 કર્મીઓને ક્વોરન્ટીન કરાયા છે. અગાઉ પણ લક્ષણો દેખાતા 3 ફાયર કર્મીઓને ક્વોરન્ટીન કરાયા હતા. જ્યારે અમદાવાદના અસારવામાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહેલા મહિલા મામલતદાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ફરજ દરમિયાન મહિલા મામલતદારને કોરોના સંક્રમણ થયું હતું. જે અંગે તેમણે ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં 24 મે ની સાંજ થી 25મેની સાંજ સુધીમાં કોરોનાના 310 કેસ અને 25ના મોત નોંધાયા છે. જ્યારે 136 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોના કુલ 10590 કેસ થયા છે. તેમજ મૃત્યુઆંક 722 થયો જ્યારે 4187 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here