1 જૂનથી ગૂગલ 15GB કરતાં વધારે સ્ટોરજ માટે તમારી પાસેથી પૈસા માગશે

0
5

ટેક જાયન્ટ ગૂગલ તેની સ્ટોરેજ સર્વિસ અપગ્રેડ કરવા જઈ રહી છે. 1 જૂનથી યુઝરને માત્ર 15GB સ્ટોરેજ જ ફ્રી મળશે. એક આઈડી પર યુઝરને આટલું જ સ્ટોરેજ ફ્રીમાં મળશે. તેમાં ડ્રાઈવ ફાઈલ્સ, ઈમેલ, ગૂગલ ફોટોઝ અને અન્ય ગૂગલ સર્વિસનું સ્ટોરેજ સામેલ છે. જો તમે Gmailનું સ્ટોરેજ ખાલી કરશો તો તમને ઓટોમેટકલી એટલી વધારે સ્પેસ ગૂગલ ફોટોઝમાં મળશે. કંપનીની નવી સ્ટોરેજ પોલિસી લાગુ થાય તે પહેલાં આ ટ્રિક અપનાવી તમારું અકાઉન્ટ ખાલી કરી સ્પેસ સેવ કરી લો…

ઈમેલ ડિલીટ કરો

ઓફિસના કામ માટે કે પછી પર્સનલ કામ માટે આપણે દિવસભર અનેક મેલ સેન્ડ અને રિસીવ કરતાં હોઈએ છીએ તેમાંથી અમુક જ મેલ એવા હોય છે જેની સાચવણી કાયમી થાય તે જરૂરી છે. બાકીના મેલ તમે ડિલીટ કરી સારી એવી સ્પેસ સેવ કરી શકો છો. તને માટે ગૂગલ સારી સુવિધા પણ આપી રહી છે. જો તમે પર્ટિક્યુલર સેન્ડરના મેલ ડિલીટ કરવા માગતા હો તો મેલમાં સર્ચ બારમાં એડવાન્સ્ડ બટન પર ક્લિક કરી સેન્ડરનું નામ લખી શકો છો. એન્ટર મારતાં જ સેન્ડરના નામના મેલનું લિસ્ટ તમારી પાસે આવી જશે. તેમાંથી તમારે જે ડિલીટ કરવાના હોય તેને ડિલીટ કરો. અહીં યાદ રાખો કે ડિલીટ કરેલી ફાઈલ્સ Trashમાં ભેગી થતી હોય છે તેને પણ રિમૂવ કરો.ચોક્કસ સાઈઝથી વધારે સાઈઝના મેલ ડિલીટ કરો

ટેક્સ્ટ મેલ કરતાં જે મેલમાં ઈમેજિસ, ડોક્યુમેન્ટ્સ કે ppt અટેચ હોય તે વધારે સ્પેસ કવર કરતાં હોય છે. તેને ડિલીટ કરી સ્પેસ સેવ કરવા માટે તમે સર્ચ કરી attachment larger ઓપ્શનમાં 5MB અથવા 10MB સિલેક્ટ કરી આ પ્રકારના મેલ ડિલીટ કરી શકો છો.

અનસબક્રાઈબ સોશિયલ મેલ્સ

મોટા ભાગે યુઝર્સ માત્ર પ્રાઈમરી મેલ પર જ ધ્યાન આપતા હોય છે પરંતુ સોશિયલ ટેબમાં ઢગલો મેલ આવીને પડેલા હોય છે. તેને unsubscribe કરી તમે મેલનું સ્ટોરેજ ફુલ થતાં બચાવી શકો છો. તેમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને પ્રમોશનલ મેલ હોય છે. તેને ડિલીટ કરવાથી તમે ગૂગલ ફોટોઝ માટે સ્પેસ બચાવી શકો છો.

ગૂગલ ડ્રાઈવ અને ગગૂલ ફોટોઝ

આ જ રીતે તમે ગૂગલ ડ્રાઈવ અને ફોટોઝમાં જઈને એડવાન્સ્ડ સર્ચના ઉપયોગથી તમારા કામની ન હોય તેવી ફાઈલ્સ ડિલીટ કરીને સ્પેસ બચાવી શકો છો.

ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટના ક્લાઉડ સ્ટોરેજ પ્લાન

​​​​​​સ્ટોરેજ ગૂગલ વન એપલ વન માઈક્રોસોફ્ટ વનડ્રાઈવ
50GB 75/માસ
100GB 130/માસ 140/માસ
200GB 210/માસ 219/માસ
1TB 420/માસ
2TB 650/માસ 749/માસ
100GB 1300/વર્ષ
200GB 2100/વર્ષ
2TB 6500/વર્ષ
6TB 530/માસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here