નવરાત્રી સ્પેશિયલ : મારુતિ S-Pressoથી લઇને સ્વિફ્ટ સુધી 10 ગાડીઓ પર 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ખરીદતા પહેલાં ઓફર્સ વિશે જાણો

0
14

ફેસ્ટિવ સિઝનમાં ઓટો કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે તેમના વાહનો પર નવી સ્કીમ્સ, ડીલ્સ અને અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. કેટલીક કંપનીઓએ સંભવિત ખરીદદારોને વધુ વિકલ્પો આપવા માટે લિમિટેડ એડિશન મોડેલ્સ પણ લોન્ચ કર્યાં છે. આ તમામ પ્રીમિયમ ડિસ્કાઉન્ટ્સને કારણે નવી કાર ખરીદવાનો આ એક સારો સમય છે. જો તમે પણ નવરાત્રીમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો અમે આવી 10 ગાડીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં અત્યારે સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

1. હ્યુન્ડાઈ ELITE i20: 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

હ્યુન્ડાઈ ELITE i20ને ટૂંક સમયમાં નેક્સ્ટ-જનરેશન મોડલની સાથે રિપ્લેસ કરવામાં આવશે. કંપની હાલના જનરેશન મોડલ પર સારું એવું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે જેથી તેનો બાકી રહેલો સ્ટોક ઝડપથી વેચાઈ જાય. ELITE i20 પર 50 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજારનું એક્સચેન્જ બોનસ, 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, એટલે કે 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

2. ફોક્સવેગન પોલો: 68, 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ફોક્સવેગન પોલો ભારતના માર્કેટમાં સૌથી જોરદાર ડ્રાઈવ હેચબેકમાંથી એક છે. ખાસ કરીને તેનું ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટ. કંપની હેચબેક પર 68,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 28,500 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ(ટ્રીમ લેવલને આધારે), 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાની એક્સચેન્જ બોનસ અને હાલ ગ્રાહકોને 15 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ સામેલ છે.

3. હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10:60 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

નવા જનરેશન મોડલ ગ્રાન્ડ i10 નિઓસની સાથે કંપની લાસ્ટ જનરેશન મોડલ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 પણ વેચી રહી છે. કંપની તેની પર 40 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. એટલે કે 60 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

4. હોન્ડા જેઝ: 62 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

હોન્ડા જેઝ તેના સેગમેન્ટની સૌથી વધારે સ્પેશિયલ કાર છે અને અત્યારે સનરૂફથી સજ્જ ભારતની એકમાત્ર હેચબેક છે. કંપની તેના પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, ખાસ ગ્રાહકો માટે 6 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, હાલના ગ્રાહકો માટે 6 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 10 હજાર રૂપિયાનો એડિશનલ એક્સચેન્જ બેનિફિટ આપી રહી છે. અર્થાત કુલ 62 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

5. મારુતિ સુઝુકી સેલેરિયો: 53 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

કંપની સેલેરિયોના નવા જનરેશન મોડેલ પર પણ કેટલાક સમયથી કામ કરી રહી છે અને તેને ટૂંક સમયમાં જ લોન્ચ કરી શકે છે. અત્યારના મોડેલ પર કંપની 28 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ બોનસ આપી રહી છે. એટલે કે ટોટલ 53 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

6. ડેટ્સન ગો: 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

ડેટ્સન તેના તમામ વ્હીકલની રેન્જ પર કેટલીક શાનદાર છૂટ આપી રહી છે. સૌથી વધારે ડિસ્કાઉન્ટ ગો હેચબેક પર આપી રહી છે. કંપની તેના પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું બોનસ આપી રહી છે. એટલે ટોટલ 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

7. મારુતિ સુઝુકી ઇગ્નિસઃ 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

ઇગ્નિસ કંપનીની સૌથી વધારે ફંકી દેખાતી કાર છે અને કંપની તેને કોમ્પેક્ટ અર્બન SUV તરીકે વેચે છે. આ કાર પર મારુતિ 30 હજાર રૂપિયા સુધીનું કેશબેક (ટ્રીમ પર આધારિત છે), 5,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 5 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. એટલે કે ટોટલ 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

8. હ્યુન્ડાઇ સેન્ટ્રોઃ 45 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

ભારતમાં સેન્ટ્રો હ્યુન્ડાઇની સૌથી સસ્તી કાર છે અને તેની પર કંપની ટોટલ 45 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સેન્ટ્રો પર 25 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ (Era ટ્રીમ પર 15 હજાર રૂપિયા), 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને સિલેક્ટેડ ગ્રાહકોને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

9. મારુતિ S-Presso પર 48 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

મારુતિ સુઝુકી S-Presso માઇક્રો SUV પણ સૌથી સસ્તી ગાડીઓમાંની એક છે. કંપની આ કાર પર 23 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. એટલે કે, ટોટલ 48 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

10. મારુતિ સુઝુકી સ્વિફ્ટઃ 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

સ્વિફ્ટ ઇન્ડિયન માર્કેટમાં સૌથી લોકપ્રિય ગાડીઓમાંની એક છે અને આ નવરાત્રીએ મારુતિ સુઝુકી અટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. સ્વિફ્ટ પર 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે ટોટલ 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here