મારુતિ સુઝુકીની અલ્ટોથી લઇને S-Cross સહિત 5 ગાડીઓ ટૂંક સમયમાં જ નવા લુક સાથે લોન્ચ થશે

0
16

લોકડાઉન પછી અનલોક થયા બાદ ધીમે-ધીમે ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી આવી રહી છે. ગ્રાહકોને આકર્ષવા કંપનીઓ અટ્રેક્ટિવ ઓફર્સ સાથે નવાં વ્હીકલ્સ લોન્ચ કરી રહી છે અને પોતાનું નુકસાન કવર કરવાના પ્રયત્નો કરી રહી છે. આ ક્રમમાં મારુતિ સુઝુકી પણ ટૂંક સમયમાં તેના વ્હીકલ લાઇનઅપને રિફ્રેશ કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપનીએ નવાં વ્હીકલ્સ લોન્ચ કરવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. આ સાથે જ કંપની કરન્ટ પ્રોડક્ટ્સ માટે રિપ્લેસમેન્ટ મોડેલ્સ લાવવાનું પણ વિચારી રહી છે. તાજેતરમાં જ કંપનીની કેટલીક નવી ગાડીઓ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. જ્યારે અન્ય વ્હીકલ્સ માટે અત્યારે આપણી પાસે માત્ર અનુમાન છે.

અહીં એવાં 5 નવાં જનરેશન મોડેલ પર ચર્ચા કરવામાં આવી રહી છે જેને મારુતિ ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરશે. આ લિસ્ટમાં એન્ટ્રી લેવલ અલ્ટોથી લઇને જિમ્ની સુધી ગાડીઓ સામેલ છે.

1. મારુતિ સુઝુકી અલ્ટો

 • મારુતિ સુઝુકી અલ્ટો એ ભારતનું એક લોકપ્રિય વાહન છે. લોન્ચિંગ પછી બે દાયકામાં આ ગાડીના લગભગ 40 લાખ યૂનિટ વેચાઈ ચૂક્યાં છે. અત્યારે અલ્ટો માત્ર 0.8 લિટર નેચરલી એસ્પિરેટેડ ઇનલાઇન 3 એન્જિન સાથે અવેલેબલ છે, જેમાં 48PS અને 69Nm પાવર આઉટપુટ મળે છે. આ એન્જિનમાં CNG વેરિઅન્ટ પણ છે. તેનું નેક્સ્ટ જનરેશન મોડેલ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થાય એવી શક્યતા છે.
 • નેક્સ્ટ જનરેશન અલ્ટોનું ડાયમેન્શન કરન્ટ મોડેલ કરતાં વધારે રહેવાની અપેક્ષા છે, જેમાં વધુ ઇન્ટિરિયર સ્પેસ પણ મળશે. તે બ્રાંડના હાર્ટેક્ટ પ્લેટફોર્મ (અથવા S-Pressoની જેમ હાર્ટ-કેઈ) પર બેઝ્ડ હશે, જે હળવું હોવાની સાથે મજબૂત પણ છે. એન્જિન અને ટ્રાન્સમિશન પહેલાં જેવું જ રાખવામાં આવી શકે છે.

2. મારુતિ સુઝુકી સેલેરિયો

 • સેલેરિયો મારુતિ સુઝુકી લાઈનઅપની લોકપ્રિય કાર તો છે જ પણ સાથે નાની હેચબેક છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે. પ્રથમ વખત તેને વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી કારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. કંપની હવે તેના નેક્સ્ટ જનરેશન મોડલ પર કામ કરી રહી છે. તે આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે.
 • નેક્સ્ટ જનરેશન સેલેરિયો ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. કરન્ટ વેરિઅન્ટ કરતાં અપકમિંગ વેરિઅન્ટ સાઈઝમાં મોટું હોઈ શકે છે. આ કાર કંપનીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે અને તેનાં ઈન્ટિરિયર-એક્સટિરિયરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નહીં આવે.
 • પાવરટ્રેનમાં કરન્ટ 1.0ની જેમ જ 1.0 લિટર K સિરીઝ એન્જીન સામેલ થશે અને વધારે પાવરફુલ 1.2 લિટર એન્જીન પણ મળશે. સેલેરિયો એક્સ નેક્સ્ટ જનરેશન અવતારમાં લોન્ચ થશે કે નહીં તેના માટે રાહ જોવી પડશે.

3. મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા

 • આ કાર 2016માં લોન્ચ થઈ હતી. હવે કંપની તેનું રિપ્લેસમેન્ટ મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલના વર્ઝનને આ વર્ષની શરૂઆતમાં જ એક મિડ લાઈફ ફેસલિફ્ટ મળ્યું, જેનાથી ડિઝાઈનમાં થોડી અપડેટ જોવા મળી. જોકે તેની કમ્પિટિટરની સરખામણીએ કાર હજુ પણ જૂની નજરે ચડે છે.
 • નેક્સ્ટ જનરેશન વિટારા બ્રેઝા વિશે કોઈ પૂરતી માહિતી સામે આવી નથી. જોકે માત્ર તેના લોન્ચિંગ વિશે તે ચર્ચામાં છે. નેક્સ્ટ જનરેશન કાર 2020ના પ્રથમ 6 માસિકગાળામાં લોન્ચ થશે. રિપોર્ટ્સ પ્રમાણે, કારના એન્જીન અને ટ્રાન્સમિશનમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે, પરંતુ ચેસિસ નવું હોઈ શકે છે. એક હાઈબ્રિડ વેરિઅન્ટ પણ લોન્ચ થઈ શકે છે, જે સારી ફ્યુઅલ ઈકોનોમી સપોર્ટ કરશે.

4. મારુતિ સુઝુકી જિપ્સી

 • મારુતિ જિપ્સી એક દમદાર ઓફ-રોડ SUV હતી અને આપણા દેશમાં ઓટો ઉત્સાહીઓમાં ખૂબ લોકપ્રિય હતી. દુર્ભાગ્યે, ગત વર્ષે (સામાન્ય લોકો માટે) આ વાહન બંધ કરવામાં આવ્યું. જો કે, રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, મારુતિ વર્ષ 2023માં નેક્સ્ટ-જનરેશન જિપ્સી તરીકે ઇન્ડિયન માર્કેટમાં જિમ્નીને લોન્ચ કરશે.
 • કંપની અત્યારે ભારતમાં જિમ્મીનું ટેસ્ટિંગ તેનાં રેગ્યુલર અને 3-ડોર વર્ઝનમાં કરી રહી છે. કંપની ઇન્ડિયન માર્કેટ માટે 5-ડોર વર્ઝન ડેવલપ કરશે, જે કરન્ટ મોડેલની તુલનામાં વધારે પ્રેક્ટિકલ હશે. લોન્ચ થયા બાદ 5-ડોર જિમ્ની, મહિન્દ્રા થાર અને અપકમિંગ ફોર્સ ગુરખાની તુલનામાં એક સસ્તો ઓપ્શન હશે.

5. મારુતિ સુઝુકી S-Cross

 • S-Cross SUV મારુતિ સુઝુકીની ફ્લેગશિપ કાર છે. પરંતુ તે કંપનીની લાઈનઅપમાં સૌથી ઓછી લોકપ્રિય મોડેલ્સમાંથી એક છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે, વર્ષ 2022ના બીજા છ મહિના દરમિયાન એક નવી SUV લોન્ચ કરશે, જે કરન્ટ S-Crossની જગ્યા લેશે. મારુતિ સુઝુકી અને ટોયોટા નેક્સ્ટ-જનરેશન S-Cross મળીને તૈયાર કરે એવી શક્યતા છે અને પછી તેનું એક રિબેઝ્ડ વર્ઝન પણ લોન્ચ કરાશે.
 • આ અપકમિંગ SUV વર્તમાન-જનરેશન S-Cross કરતાં મોટી હશે એવી ધારણા છે, ખાસ કરીને ઉંચાઈની બાબતમાં. તેમાં સંભવતઃ માઈલ્ડ-હાઈબ્રિડ આસિસ્ટન્ટ્સની સાથે 1.5 લિટર ‘K-Series’ એન્જિન જોવા મળશે. બની શકે કે મારુતિ રેન્જમાં ડીઝલ એન્જિન જોડવામાં ન આવે, પરંતુ તેની જગ્યાએ કંપની તેમાં હાઈબ્રિડ અથવા પ્લગ-ઈન વેરિઅન્ટ જોડી શકે છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here