હવેથી વોટ્સએપ યુઝરને મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો ખબર પડી જશે

0
51

ગેજેટ ડેસ્ક: વોટ્સએપે ભારતમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ ‘ફ્રિક્વન્ટલી ફોરવર્ડેડ મેસેજ’ છે. આ ફીચરની મદદથી હવે યુઝરને ખબર પડી જશે કે મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે. એટલે કે કોઈ ફોરવર્ડેડ મેસેજ યુઝરને પાંચથી વધારે વખત મળે છે, તો તેની ખબર પડી જશે.

આ ફીચરનો લાભ ઉઠાવવા માટે યુઝરે વોટ્સએપ અપડેટ કરવું પડશે. કંપની છેલ્લા ઘણા સમયથી આ ફીચર પર કામ કરી રહી હતી.

ફોરવર્ડેડ મેસેજ યુઝરને હવે સ્પેશિયલ સિંગલ એરો આઇકન સાથે જોવા મળશે. અત્યાર સુધી યુઝરને વોટ્સએપમાં સેન્ડ મેસેજને સિલેક્ટ કરીને ઇન્ફોમાં જઈને ખબર પડી જતી હતી કે મેસેજ ક્યારે ડિલિવર થયો અને ક્યારે રીડ થયો. હવે તેમાં ફોરવર્ડેડ વિકલ્પ પણ દેખાશે. મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો અહીં દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here