નવી દિલ્હી : 1 ઓક્ટોબરથી બેન્કિંગ સહિત 8 નવા ફેરફાર થશે

0
0

નવી દિલ્હી: દેશભરમાં 1 ઓક્ટોબર 2019થી બેન્કિંગ, ટ્રાન્સપોર્ટિંગ, જીએસટી ક્ષેત્રે સહિત 8 પરિવર્તન આવશે. બદલાતા ટ્રાફિક નિયમોની સાથે કેન્દ્ર સરકાર ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવા જઈ રહી છે. ત્યારપછી તમે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અપડેટ કરાવી શકશો. જ્યારે 2 ઓક્ટોબરથી સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક પર દેશભરમાં પ્રતિબંધ મૂકી દેવાશે.

  • નવા નિયમ હેઠળ ડ્રાઈવીંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિ.નો રંગ એક જેવો હશે. લાઈસન્સ અને આરસીમાં માઇક્રોચીપ સાથે ક્યુઆરકોડ હશે. આખી પ્રક્રિયા ઓનલાઈન હશે.
  • એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ પર હવે 0.75 ટકા કેશબેક નહીં મળે. એસબીઆઈમાં મિનીમમ બેલેન્સ પર થતાં ચાર્જમાં 80 ટકા સુધીનો ઘટાડો થશે. સાથે મેટ્રો સિટીમાં 10 અન્ય શહેરોમાં 12 ટ્રાન્જેક્શન ફ્રી થશે.
  • હોટલમાં 7500 રૂપિયા સુધીના ભાડાવાળા રૂમ પર જીએસટી 12 ટકા, 1000 સુધીના રૂમ પર ટેક્સ નહીં.
  • પેન્શન પોલિસીમાં 7 વર્ષ સેવા પૂરી કરનારા સરકારી કર્મીનું મૃત્યુ થતાં તેને વધેલું પેન્શન મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here