સુરતથી બે બાળકો ટ્રેનમાં બેસી અમદાવાદ પહોંચ્યા : સાબરમતી પોલીસે માતાપિતાની શોધખોળ કરી સુરત પરત મોકલી આપ્યા.

0
6

સુરતથી બે બાળકો ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયા હતાં. સાબરમતી રેલવે સ્ટેશન પર ઉતરી અને સાબરમતી વિસ્તારમાં ફરતા હતા. લોકો પાસે જમવાનું માંગતા એક જાગૃત વ્યક્તિએ પૂછતાં બાળકોએ તેઓ સુરતથી અમદાવાદ આવ્યા છે એમ કહ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ તાત્કાલિક બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પૂછતાં તેઓ સુરતના વરાછા ખાતે રહેતા હોવાનું કહ્યું હતું. સુરતમાંથી બાળકો ગુમ થયા અંગે માહિતી મેળવતા અમરોલી વિસ્તારમાંથી બંને બાળકોના ગુમ થયા અંગે ફરિયાદ હતી. સુરત પોલીસ પોતાના ખર્ચે માતા-પિતાને અમદાવાદ લાવી હતી.સાબરમતી પોલીસે બંને બાળકોને તેના માતા-પિતાને સહી સલામત પરત સોંપ્યા હતા.

એક જાગૃત વ્યક્તિએ પોલીસને જાણ કરી

સાબરમતી વિસ્તારમાં આશરે 10 અને 8 વર્ષના બે બાળકો લોકો પાસે ભીખ માગી ખાવાનું માંગતા હતા. એક જાગૃત વ્યક્તિએ બાળકો અમદાવાદ બહારના હોવાથી શંકા જતા પોલીસને જાણ કરી હતી. બાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના ASI બળવંતભાઈ અને અન્ય પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા. બાળકોને સમજાવી પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. બંનેને પૂછતાં સુરતમાં વરાછા વિસ્તારમાં તળાવ આસપાસ રહે છે એવું કહ્યું હતું. સુરતમાં રહેતા હોવાને લઇ પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરતમાં ગુમ થયેલા બાળકો અંગે તપાસ કરાવતા અમરોલી વિસ્તારમાં આ બંનેના માતા પિતાએ ગુમ થયા અંગે ફરિયાદ કરી હતી.

માતાપિતા મજુરીએ ગયા ત્યારે બાળકો ઘરેથી નીકળી ગયાં હતાં

બંનેના માતા-પિતા જ્યારે કચરો વીણવા અને મજુરી માટે ગયા હતા ત્યારે આ બંને બાળકો ઘરેથી નીકળી ગયા હતા. ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયા હતા. સુરતની અમરોલી પોલીસ તેમના ખર્ચે માતા-પિતાને અમદાવાદ લઈ આવી હતી. સાબરમતી પોલીસે સહી સલામત બાળકોને માતા-પિતાને સોંપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here