રેશ ટેસ્ટ રિપોર્ટ કાર્ડ : ટાટા નેક્સન, હ્યુન્ડાઈ વેન્યૂથી લઈને ઈકોસ્પોર્ટ સુધી, આ 8 સબ-કોમ્પેક્ટ SUV કેટલી સુરક્ષિત છે, જુઓ લિસ્ટ

0
6

ગ્લોબલ એનકેપ (NCAP) ક્રેશ ટેસ્ટના અનુસાર, સબ-4 મીટર SUV ભારતમાં લોકપ્રિય છે અને આ ખાસ સેગમેન્ટમાં ભારતમાં બનેલા કેટલાક સુરક્ષિત વાહનો પણ સામેલ છે. સેફ્ટી ઉપરાંત આ કોમ્પેક્ટ ક્રોસઓવર ગ્રાહકના ખિસ્સા પર વધારે ભોજ નાખ્યા વગર શાનદાર ઇન્ટિરિયર સ્પેસ અને ફીચર્સ પણ પ્રદાન કરે છે.

અત્યારના ખરીદદારોની વચ્ચે કાર સેફ્ટી પ્રત્યે જાગૃતિ વધી છે. લોકો વાહનોની સેફ્ટી રેટિંગ્સને લઈને ઘણા સજાગ થઈ ગયા છે અને તે વાતચીતનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ બની ગયો છે. જો તમે પણ સબ-કોમ્પેક્ટ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં અમે ભારતમાં ઉપલબ્ધ તમામ કોમ્પેક્ટ SUVનું લિસ્ટ તૈયાર કર્યું છે, તે પણ તેમની સેફ્ટી રેટિંગની સાથે, જેથી કઈ SUV કેટલી સુરક્ષિત છે, તે તમે સરળતાથી નક્કી કરી શકશો.

1. મહિન્દ્રા XUV300

મહિન્દ્રા XUV300 ભારતમાં બનેલી સૌથી સુરક્ષિત સબ-કોમ્પેક્ટ SUV છે, જેને એડલ્ટ સેફ્ટી માટે શાનદાર 5-સ્ટાર રેટિંગ અને ચાઈલ્ડ સેફ્ટી માટે 4-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. સ્થાનિક બજારમાં બનેલી આ SUV તેના સેગમેન્ટમાં 7 એરબેગ ઓફર કરનારી પહેલી કાર છે જે એક શાનદાર સેફ્ટી ફીચર છે.

2. ટાટા નેક્સન​​​​​​​​​​​​​​

ટાટાની નાની ક્રોસઓવર, એડલ્ટ સેફ્ટીને લઈને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનાર પહેલી ભારતીય કાર હતી, જે ઘણી પ્રભાવશાળી ઉપલબ્ધી હતી. નેક્સન ચાઈલ્ડ સેફ્ટી માટે 3-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહી. વર્તમાનમાં ટાટા મોટર્સ તેની તમામ કારમાં સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે અને આ કારણે જ ટાટાની એન્ટ્રિ લેવલ કાર, જેમ કે, ટિયાગો અને ટિગોરને પણ 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે.

3. મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા​​​​​​​​​​​​​​

મારુતિ બ્રેઝાને પહેલી વખત 2016માં ભારતીય માર્કેટમાં રજૂ કરવામાં આવી હતી અને પાવરટ્રેનમાં ફેરફાર છોડીને ગાડી અમુક હદ સુધી પહેલા જેવી છે, જો કે, કેટલાક કોસ્મેટિક અપડેટ્સ જરૂર જોવા મળે છે. મારુતિના કાફલામાં એકમાત્ર વિટારા બ્રેઝા એવી કાર છે જેને ગ્લોબલ એનકેપ ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટિંગ (એડલ્ટ માટે) મેળવ્યા છે. જો કે, ચાઈલ્ડ સેફ્ટીના હિસાબથી કારને માત્ર 2 સ્ટાર જ મળ્યા છે, જે અપેક્ષાથી ઓછા છે. ​​​​​​​

4. ટોયોટા અર્બન ક્રૂઝર

ટોયોટા કિર્લોસ્કરે હાલમાં જ ઇન્ડિયન માર્કેટમાં અર્બન ક્રૂઝર લોન્ચ કરી છે, તે મારુતિ બ્રેઝાનું જ એક રિબેઝ્ડ વર્ઝન છે. બંને વાહનોમાં એક જ અન્ડરપિનિંગ છે અને એક જ બોડી પેનલ છે. એટલું જ નહીં પણ ઓન-બોર્ડ સેફટી ફીચર્સ પણ સમાન જ છે. તેવામાં બ્રેઝાના સેફ્ટી રેટિંગ ડાયરેક્ટ અર્બન ક્રૂઝરને પર પણ લાગુ કરવા જોઈએ.

5. ફોર્ડ ઇકોસ્પોર્ટ

ઇન્ડિયા-સ્પેક ફોર્ડ ઇકોસ્પોર્ટનું અત્યાર સુધી ગ્લોબલ એનકેપ દ્વારા ક્રેશ-ટેસ્ટ થતો નથી. તેથી તેના સેફ રેટિંગ હાલ અવેલેબલ નથી. પરંતુ યુરો એનકેપે 2013માં વાહનનું ટેસ્ટિંગ કર્યું હતું અને અન્ડરપિનિંગ અત્યારે પણ એક જ છે. તેથી સેફ્ટી સ્કોર હજુ પણ માન્ય છે. યુરો-સ્પેક મોડલ ઓવરઓલ 4 સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવવામાં સફળ રહી હતી. 2018માં નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન, અમેરિકાએ વાહનને 4 સ્ટાર ઓવરઓલ સુરક્ષા રેટિંગ આપ્યા હતા. અમે તેના છેલ્લા નિર્ણયને ત્યાં સુધી સુરક્ષિત રાખીશું જ્યાં સુધી ભારતીય મોડેલનું ટેસ્ટિંગ ના થાય.

6. હ્યુન્ડાઈ વેન્યૂ

હ્યુન્ડાઈ વેન્યૂને તેના ભારત-સ્પેક અવતારમાં હજુ ટેસ્ટિંગ કર્યું નથી. જો કે. તેના યુએસ-સ્પેક વર્ઝનને જોરદાર સેફ્ટી સ્કોર મળ્યા છે. તેને IIHS દ્વારા ટોપ સેફ્ટી પિક ટાઈટલથી સન્માનિત કરાઈ છે. જો કે, ઓસ્ટ્રેલિયા સ્પેક મોડલે ઓસ્ટ્રેલિયન એનકેપ ટેસ્ટમાં એડલ્ટ માટે 4 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. ગ્લોબલ એનકેપ ક્રેશ ટેસ્ટના પરિણામો જાણવા માટે રાહ જોવી પડશે કે ભારત સ્પેક મોડલ કેટલું સુરક્ષિત છે.

7. કિઆ સોનેટ

કિઆ સોનેટ એક નવી પ્રોડક્ટ છે, જેને થોડા મહિના પહેલાં જ રજૂ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ સેફ્ટી ઓથોરિટીએ ટેસ્ટ કરી નથી. પરંતુ જેમ કે આ હ્યુન્ડાઈ વેન્યૂ જેમ જ પ્લેટફોર્મ પર આધારિત છે અને એક જેવા જ સેફ્ટી ફીચર્સ ઓફર કરે છે. તેવામાં અનુમાન લગાવી શકીએ કે, બંને વાહનો સરખા જ છે.

8. હોન્ડા WR-V

હોન્ડા WR-Vને 2017માં ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ સેફ્ટીઓથોરિટી દ્વારા ક્રેશ ટેસ્ટ થયો નથી. તે ત્રીજી પેઢીની હોન્ડા ફિટ હેચબેક પર આધારિત છે, તેને ઇન્ટરનેશનલ સ્પેક મોડલ માટે ડિસન્ટ સેફ્ટી રેટિંગ મળ્યા છે. જો કે, રસપ્રદ વાત તો એ છે કે ભારત સ્પેક મોડલનું ટેસ્ટિંગ હજુ થયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here