સપ્ટેમ્બર ઓફર : સસ્તી ટિયાગોથી લઈને પ્રીમિયમ SUV હેરિયર સુધી ટાટાની આ ચાર કાર પર 80 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

0
0

ટાટા મોટર્સે ગત મહિને (ઓગસ્ટ 2020) વેચાણની બાબતમાં સારુ પ્રદર્શન કર્યું અને ભારતીય માર્કેટમાં બ્રાન્ડ ધીમે ધીમે સતત વેચાણમાં સુધારો કરી રહી છે. આ ગતિ જાળવવા માટે, કંપની તેના મોટાભાગના મોડેલો પર આકર્ષક છૂટ આપી રહી છે. જો તમે આ મહિને ટાટા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપવામાં આવેલા લિસ્ટમાં સપ્ટેમ્બર 2020માં ટાટાની કાર પર મળતી તમામ ડીલ્સ અને ડિસ્કાઉન્ટની યાદી છે, લિસ્ટમાં એન્ટ્રિ-લેવલ ટિયાગોથી લઈને પ્રીમિયમ હેરિયર SUV સુધી સામેલ છે…

1. ટાટા ટિયાગો

ટાટા લાઈનઅપની સૌથી સસ્તી કાર ટાટા ટિયાગો પર આ મહિને સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ટિયાગો પર 15 હજાર રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટની સાથે 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ બોનસને તે કારની વેલ્યુમાં જોડવામાં આવે છે, જેને તમે એક્સચેન્જ કરાવવા માટે લાવો છો. તેની સાથે ટિયાગો પર 7 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જે માત્ર પસંદગીના કેટલાક ગ્રાહકો માટે જ માન્ય છે

2. ટાટા ટિગોર​​​​​​​

હાલ ટાટા ટિગોર સ્વદેશી મેકરની એકમાત્ર સેડાન છે. તે ટિયાગોની જેમ તેના બેસ્ટ ઈન ક્લાસ સેફ્ટી ફીચર્સ માટે ઘણી પોપ્યુલર છે. કંપની તેના પર 15 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. સાથે જ એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. તે સિવાય 7 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

3. ટાટા નેક્સન​​​​​​​​​​​​​​

તેના ટાઈમની સૌથી સુરક્ષિત મેડ ઈન ઈન્ડિયા કારને આ વર્ષની શરૂઆતમાં ફેસલિફ્ટ સાથે અપડેટ કરવામાં આવી છે. નવા મોડેલમાં ઘણી સારી ડીલ્સ અને ઓફર મળે છે. પેટ્રોલ વેરિઅન્ટ પર 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળે છે. ડીઝલ વેરિઅન્ટ પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળે છે. જોકે નેક્સન પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ મળશે નહીં.

4. ટાટા હેરિયર​​​​​​​​​​​​​​

ટાટાની વર્તમાન ફ્લેગશિપ હેરિયર પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળે છે. જોકે હેરિયરના ડાર્ક એડિશન પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે. હેરિયરના તમામ વેરિઅન્ટ પર 40 હજાર રૂપિાયનું એક્ચેન્જ બોનસ અને 15 હજાર રૂપિયાનું કોર્પોરેશન ડિસ્કાઉન્ટ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here