રામમંદિર નિર્માણ લોકફાળાથી; સરકારી દાન નહીં લેવાય

0
8

ગ્વાલિયર તા.22
રામમંદિર નિર્માણ માટે રચિત ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ’ ના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે જણાવ્યું હતું કે ભવ્ય રામમંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારી દાન કે ફાળો નહીં લેવામાં આવે. ગ્વાલિયરમાં ટ્રસ્ટના અધ્યક્ષે મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મંદિર નિર્માણમાં સામેલ થવા માટે દરેક રાજયોના રાજયપાલ અને મુખ્યમંત્રીઓને અયોધ્યામાં આમંત્રીત કરાશે. નૃત્ય ગોપાલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે અમે અગાઉથી જ વડાપ્રધાન મોદીને આમંત્રીત કરી ચૂકયા છીએ. અમારી પાસે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદીત્યનાથ છે.

મહંત નૃત્યગોપાલ દાસજીએ વધુમાં જણાવ્યું હતું કે મંદિરના નિર્માણ માટે સરકારમાંથી કોઈ અનુદાન નહીં લેવાય. મંદિર જનતાના યોગદાનથી બનશે.

ટ્રસ્ટના ટ્રસ્ટી અને જિલ્લા અધિકારી અનુજકુમારે જણાવ્યું હતું કે રામ મંદિર માટે દાન, અનુદાન, ફાળા લેવાનું સ્વરૂપ તૈયાર થઈ રહ્યું છે. દાતાઓને આવકવેરા છુટ માટે 12-એ સર્ટીફીકેટ પ્રાપ્ત કરવા માટે આવેદન અપાયું છે. પુરી પ્રક્રિયા બાદ અયોધ્યામાં ખોલવામાં આવનાર બેન્ક ખાતાને જાહેર કરાશે.

રામાલય ટ્રસ્ટના સચીવ સ્વામી અવિમુકતેશ્વરાનંદે જણાવ્યું હતું કે દેશના સાત હજાર ગામોમાંથી એક હજાર સોનુ કિલોગ્રામ સોનાનું દાન મેળવીને રામમંદિર ટ્રસ્ટને આપવાનું લક્ષ્‍ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here