રાજકોટ : ગુરુદ્વારામાંથી રોજ 10 હજાર ટિફિન તૈયાર કરીને જરૂરીયાતંદ લોકોને પહોંચાડવામાં આવે છે

0
5

રાજકોટ. રાજકોટમાં કોઇ પણ કટોકટી સર્જાય ત્યારે શહેરમાં લોકોની મદદ માટે માનવતાનો ધોધ વહે છે, ત્યારે કોરોના વાઈરસની મહામારીમાં શહેરનું દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારા દ્વારા દરરોજના 10 હજાર ટિફિન જરૂરીયાતમંદ લોકોને પોહચાડવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના કર્ફ્યુગ્રસ્ત વિસ્તાર એટલે કે જંગલેશ્વરમાં 3 હજાર જેટલા ટીફિનો મોકલવામાં આવે છે

અનેક દાતાઓ કરિયાણું અને શાકભાજીની પણ મદદ કરે છે

કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં લોકડાઉનને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કર્યો કરવામાં આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલા દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારાના સેવકો આવું જ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનની શરૂઆતમાં માત્ર 100 ટિફિનની સેવાની શરૂઆત કરનાર આ સેવકો આજે 10 હજાર જરૂરિયાતમંદ લોકોને ટિફિન અને પાર્સલ સેવા આપી રહ્યા છે. અહીં અનેક દાતાઓ કરિયાણું તેમજ શાકભાજીની પણ મદદ કરી રહ્યા છે.

રોજ 12 કલાક રસોડું ચાલુ હોય છે

સેવાકીય પ્રવૃત્તિ કરતા ગૌરાંગભાઈ મણિયારે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રોજ 12 કલાક રસોડું ચાલુ હોય છે. એક સમયનું ટિફિન બનાવવામાં આવે છે. જેમાં મગનું શાક સેવ ટમેટાનું શાક દૂધી ચણાની દાળનું શાક વગેરે રાખવામાં આવે છે. એક ટિફિનમાંથી બે વ્યક્તિઓ જમી શકે છે. 30થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને તમામ લોકો રસોઈ બનાવવા સહિત તમામ પ્રકારની તકેદારી પણ રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here