રાજકોટ : જેલમાંથી પોલીસને બાથરૂમની છત પરથી મોબાઈલ અને ચાર્જર મળી આવ્યું.

0
0

રાજકોટ જિલ્લા જેલમાંથી ફરી એક વખત મોબાઈલ મળી આવ્યો છે. પોલીસને બાથરૂમની છત પરથી મોબાઈલ અને ચાર્જર મળી આવ્યું છે. જેથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે સીમ કાર્ડ વગરનો મોબાઈલ અને ચાર્જર જપ્ત કર્યા છે. આ સાથે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બાથરૂમની છત પરથી મોબાઈલ મળી આવ્યો

રાજકોટ જિલ્લા જેલમાંથી એક મોબાઈલ અને ચાર્જર મળી આવ્યું છે. જડતી દરમિયાન પાર્ક નં-1ની બેરેક નં-4 ના બાથરૂમની છીત પરથી સીમ કાર્ડ વગરનો મોબાઈલ મળી આવ્યો હતો. આ સાથે જ એક ચાર્જર પણ મળી આવ્યું છે. સમગ્ર મામલે જેલર કે.એસ.પટ્ટણીએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પ્રદ્યુમન નગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા ગોંડલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો

થોડા દિવસ પહેલા ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઝડતી સ્કોડને ચેકિંગ હાથ ધરતા બૅરેક નંબર 202 માંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સ્કોડને જાણ થતાં રાત્રિના સમયે જેલમાં દરોડા પાડી તપાસ હાથ ધરતા યાર્ડ નંબર 1, બેરેક નંબર 202ના પાછળના ભાગે શૌચાલયની કુંડીની અંદર પ્લાસ્ટિકના ઝબલામાં વીંટી છુપાવી રાખેલો સેમસંગ કંપનીનો એક મોબાઇલ મળી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here