નવા વર્ષથી જિયો યુઝર્સ તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકશે, સૌથી સસ્તાં 4 પ્લાન લોન્ચ કર્યા

0
15

ટેલિકોમ કંપની રિલાયન્સે તેનો લેટેસ્ટ હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ કુલ 4 પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં પ્રતિ દિવસ 1GB ડેટાનો 1 પ્લાન, 2 પ્લાન પ્રતિ દિવસ 1.5GB ડેટાના અને એક પ્લાનમાં 30 દિવસ માટે કુલ 2GB ડેટા મળે છે. આ પ્લાન માટે કંપનીએ દાવો કર્યો છે કે કોમ્પિટિટરની સરખામણીએ આ પ્લાન સૌથી સસ્તાં છે. આ પ્લાનની પ્રારંભિક કિંમત 129 રૂપિયા છે. 1 જાન્યુઆરી, 2021થી જિયો યુઝર્સ માટે તમામ લોકલ નેટવર્ક કોલ ફ્રી થશે.

જિયોના હેપ્પી ન્યૂ યર પ્લાન

ડેટા વેલિડિટી (દિવસમાં) જિયો કોમ્પિટિટર
2GB 28 દિવસ 129 રૂપિયા 149 રૂપિયા
1GB/દિવસ 24 દિવસ 149 રૂપિયા 199 રૂપિયા
1.5GB/દિવસ 28 દિવસ 199 રૂપિયા 249 રૂપિયા
1.5GB/દિવસ 84 દિવસ 555 રૂપિયા 598 રૂપિયા

 

આ પ્લાન પર SMS ફ્રી મળશે કે કેમ તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે. આ તમામ પ્લાનમાં અન્ય નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. અર્થાત જિયો ટુ જિયો સિવાય જિયો ટુ એરટેલ, વોડાફોન/આઈડિયા, BSNL પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકાશે. અગાઉ કંપની તેના માટે FUP મિનિટ ફાળવતી હતી.

1 જાન્યુઆરીથી ફ્રી કોલિંગ

જિયો યુઝર્સ માટે નવું વર્ષ સારા સમાચારથી શરૂ થશે. યુઝર્સ હવે 1 જાન્યુઆરીથી જિયો ટુ જિયો સિવાય જિયો ટુ અધર નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ કરી શકશે. તેનો લાભ દેશભરના જિયો યુઝર્સ લઈ શકશે અને આ સુવિધા તમામ નેટવર્ક માટે લાગુ થશે.

અત્યાર સુધી જિયો જ ગ્રાહકો પાસેથી IUC લેતી હતી

IUC અર્થાત ઈન્ટર કનેક્ટેડ ચાર્જ દેશમાં જિયો કંપની જ લઈ રહી હતી. એરટેલ, વોડાફોન/આઈડિયા અને BSNL તેના પ્લાનમાં અધર નેટવર્ક કોલિંગ માટે ફ્રી સર્વિસ આપતી હતી. ગત વર્ષે 31 ડિસેમ્બરે રિલાયન્સ જિયો એ પ્રથમ વાર IUC ચાર્જ લાગુ કર્યો હતો. આ ચાર્જ પ્રમાણે જ ગ્રાહક અધર નેટવર્ક યુઝર્સ સાથે કોલ કરી શકે છે. ઉદાહરણથી સમજીએ તો જો તમારી પાસે 10 રૂપિયાના પ્લાનમાં 5 IUC મિનિટ્સ છે તો આ લિમિટ પૂરી થઈ ગયા બાદ તમે અન્ય યુઝર્સને કોલ કરી શકતા નથી. તેના માટે તમારે ફરી કોઈ પ્લાનનું રિચાર્જ કરાવવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here